નિર્ણય:મહેસાણા તાલુકા પંચાયતમાં મુકાયેલા નાયબ ચિટનીશને  જિલ્લા પંચાયતમાં પરત મૂકાયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ ચૂંટણી તંત્રની ફરિયાદ પણ કરી હતી

જિલ્લા પંચાયતમાંથી કેટલાક સમય પૂર્વે મહેસાણા તાલુકા પંચાયતમાં નાયબ તાલુકા વિકાસ અધિકારીની કામગીરી કરવા માટે મુકાયેલા કર્મચારીને આખરે મહેસાણા જિલ્લા પંચાયતની પંચાયત શાખામાં પરત મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા. ત્યારે વિપક્ષના નેતાએ ચૂંટણી તંત્રમાં તેમને બદલવા માટે લેખિત રજૂઆત કરી હતી.

કેટલાંક સમય પૂર્વે જિલ્લા પંચાયતની પંચાયત શાખામાં નાયબ ચિટનીશ તરીકે ફરજ બજાવતા પરાગ વાઘેલાને તાલુકા પંચાયતમાં નાયબ તાલુકા વિકાસ અધિકારીની કામગીરી કરવા માટે મૂકવામાં આવ્યા હતા અને પાછળથી તાલુકા વિકાસ અધિકારીનો પણ તેમને ચાર્જ અપાયો હતો.

બીજી તરફ તાજેતરમાં જ તાલુકા પંચાયતમાં રેગ્યુલર તાલુકા વિકાસ અધિકારીની નિમણૂંક કરાતાં તેમની પાસેથી ટીડીઓનો વધારાનો ચાર્જ લઈ લેવાયો હતો અને ત્યારબાદ કેટલાક દિવસો પૂર્વે જ ફરીથી જિલ્લા પંચાયતની પંચાયત શાખામાં તેમને પરત મુકવાનો ઓર્ડર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાયો છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી તેઓ મહેસાણા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હોવાની તાલુકા પંચાયતના વિપક્ષી નેતાએ સ્થાનિક ચૂંટણી તંત્રને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...