સર્વે:મહેસાણામાં નાગલપુર, દેલા વસાહત બાજુ 5 નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ પાડવા કવાયત

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ 8 થી 12 માટે 994 હેક્ટર વિસ્તારમાં બેઝિક સર્વે કરાયો
  • 5 વિસ્તારનો સર્વે નકશા સાથે તૈયાર, હવે ટીપી કમિટીની બેઠકમાં હદ નક્કી કરવા પરામર્શ થશે

મહેસાણા શહેરના અલગ અલગ 5 વિસ્તારને આવરી લઇ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 8, 9, 10, 11 અને 12 માટેની શક્યતા ચકાસતો કુલ 994 હેક્ટરમાં બેઝિક સર્વે નગરપાલિકા દ્વારા કરાયો છે. હવે આ વિસ્તારમાં ટીપી સ્કિમની શક્યતા છે કે નહીં તે અંગે પરામર્શ કરી નગરપાલિકા આગળ વધશે. બેઝિક સર્વે પછી ટીપી કમિટીની બેઠકમાં હવે હદ નક્કી કરવા વિચાર વિમર્શ કરાશે. ત્યાર પછી સર્વે સ્કીમની પ્રક્રિયા આગળ વધશે. એજન્સીએ બેઝિક સર્વેના એક ભાગની કામગીરી પૂર્ણ કરાઇ છે, હવે ટીપી કમિટીના પરામર્શ પછી ડીઆઇએલઆરમાં માપણી સર્ટીફાઇડનો બીજો તબક્કો આરંભાઇ શકે છે.

નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, સૂચિત નગરરચના યોજના 8 થી 12 બનાવવાની શક્યતા ચકાસતો બેઝિક સર્વે એજન્સીરાહે કરાયો છે. સર્વેમાં નકશો આવતાં તેની ચકાસણી કરી ક્યા કયા વિસ્તારમાં ટીપી સ્કિમ થઇ શકે તેમ છે તે નક્કી કરાશે. સર્વે પછી ડિસ્ટ્રિક્ટ ઇન્સપેક્ટર લેન્ડ રેકડર્સ વિભાગમાં નકશાના સર્વે નંબરો પ્રમાણે મેળવણું ટીપ્પણી કરાવવાની થશે. ત્યાર બાદ ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટની કલમ 41 (1) હેઠળ ચીફ ટાઉન પ્લાનરનો હદ પરામર્શ લેવામાં આવશે.

જેમાં રિઝર્વેશન પ્લોટ, રસ્તા મળવાની શક્યતા છે કે નહીં તે સ્પષ્ટ થશે. કેટલું બાંધકામ થયેલું છે અને કેટલું રિઝર્વેશન મળી શકે તેની સાથે હદ નક્કી કરવાની પ્રક્રિયા થઇ શકે છે. હાલ બેઝિક સર્વે કરાયો છે હવે ટીપી કમિટીના અભિપ્રાય પછી પ્રક્રિયા આગળ વધશે. પાલિકા દ્વારા જીયોગ્રાફીકલ એજન્સી અમદાવાદ મારફતે આ સર્વેમાં પ્રતિ હેક્ટર રૂ.2235ના દરે સર્વે કામગીરી સોંપાઇ છે, જેમાં માપણી સર્ટીફાઇડ સુધીની કામગીરી એજન્સીરાહે થશે.

5 ટીપીના બેઝિક સર્વેના કુલ વિસ્તારને ગણતરીમાં લેતાં સર્વે પાછળ અંદાજે રૂ. 22.21 લાખ ખર્ચ થશે. રિઝર્વેશન, રસ્તા માટે જગ્યા ન મળતાં ટીપી 6 અને 7 સર્વે પછી રદ કરાઇ નગરપાલિકા દ્વારા અગાઉ યુજીવીસીએલ રોડ, ઘોબીઘાટ વિસ્તારને સમાવતી ટીપી સ્કિમ નં. 6 માટે અને દૂધસાગર ડેરી રોડ અને આજુબાજુના વિસ્તારને સમાવતી ટીપી સ્કિમ નં.7 માટે સર્વે કરાયો હતો. જોકે, આ વિસ્તારમાં મોટાભાગે બાંધકામ ડેવલપમેન્ટ થયેલું હોઇ, રહેણાંક હોઇ વિસ્તાર વિકાસ માટે રિઝર્વેશન પ્લોટ કે નવા રસ્તા માટે જગ્યાનો ખાસ અવકાશ ન રહેતાં બંને સ્કીમો પડતી મૂકાયેલી છે.

ટીપી સ્કીમ માટે આ વિસ્તારમાં સર્વે કરાયો

ટીપી-8259હેક્ટર

ગાંધીનગર લીંકરોડ અને ઉચરપી રોડ

ટીપી-9129હેક્ટર

દેલા વસાહત અને વિસનગર લીંક રોડ

ટીપી-10320હેક્ટર

નાગલપુર, આજુબાજુ, જીઆઇડીસી

ટીપી-11129હેક્ટર

નાગલપુર, આજુબાજુ, જીઆઇડીસી

ટીપી-12157હેક્ટર

નાગલપુર, આજુબાજુ, જીઆઇડીસી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...