અક્સ્માત:નંદાસણ રોડ ઉપર આધેડને ટક્કર મારી ડમ્પર ચાલક છૂ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડીના નંદાસણ રોડ ઉપર કુંડાળ નજીક આધેડને અડફેટે લઈને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. આધેડને ગંભીર ઈજાઓ થતાં ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને અમદાવાદ સિવિલમાં રીફર કરાયા હતા. કડીના રોહિતવાસમાં રહેતો હિતેષ મકવાણા તેની બહેન બિમાર હોવાથી છોટા હાથીમાં કુંડાળના સરકારી દવાખાનેથી ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જતો હતો તે દરમિયાન એક ડમ્પર ચાલકે છોટા હાથી ઉપર નાંખ્યુ હતુ. તેથી અકસ્માત થતા રહી ગયો હતો.

તે સમયે છોટા હાથીની પાછળના ભાગે બેઠેલા હિતેષના પિતા પ્રવિણભાઈ ડમ્પર ચાલકને ઠપકો આપવા ઉતરતા ડમ્પર ચાલક તેમને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. તેમને ગંભીર ઈજાઓ થતાં ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. હિતેષ મકવાણાએ ફરિયાદ આપતા કડી પોલીસે જીજે-02 ઝેડઝેડ-1342 નંબરના ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...