માથાભારે ભાઇનો બહેન પર હુમલો:કડીમાં માતાની ખબર કાઢવા આવેલી બહેનને ભાઈએ લોખંડની પાઇપ મારી લોહીલુહાણ કરી દીધી

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર મામલે બહેને ભાઈ સામે ફરિયાદ નોંધાવી

મહેસાણા જિલ્લામાં આવેલા કડી ખાતે એક ઘટના સામે આવી છે. જેમાં પોતાની બીમાર માતાની ખબર લેવા આવેલી બહેનને ભાઈએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યા બાદ લોખંડની પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ મામલે હાલના પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

કડી શહેરમાં આવેલા કસ્બા જુમ્મા મસ્જિદ પાસે રહેતી ખાતુનબીબી મુનસ કોર્ટ પાસે રહેતી તેની માતા સાબેરાબીબીના ખબર અંતર પૂછવા ગઈ હતી. એ દરમિયાન તેનો મોટો ભાઈ મહેબૂબ મલેક ત્યાં આવી જતા તેણે પોતાની બહેનને ગાળાગાળી કરી "તું અમારા ઘરે કેમ આવે છે?" એમ કહી ઘરમાંથી લોખંડની પાઇપ લાવીને ફરિયાદીના ગાલે મારી દેતા લોહીલુહાણ બની હતી.

બાદમાં મારામારી દરમિયાન ફરિયાદીની બહેન ત્યાં આવી જતા ભાઈ બહેનના આ ઝઘડાને તેણે અટકાવ્યો હતો. ભાઈએ ફરિયાદીને કહેલું કે, જો હવે અમારા ઘરમાં પગ મુકીશ તો જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપી ત્યાંથી નીકળી ગયો હતો. સમગ્ર મામલે ફરિયાદી ખાતુનબીબીએ પોતાના મોટાભાઈ મહેબૂબ મલેક વિરુદ્ધ કડી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...