તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:75 વર્ષીય વૃદ્ધની કોરોનાને હરાવવા સંગીતસાધના

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શરીરમાં ભલે કોરોના રહ્યો, પણ મન ઉપર સવાર ન થવા દો : રમેશચંદ્ર ઠાકર
  • પત્ની, પ્રોફેસર પુત્ર અને પુત્રવધૂ તેમજ પૌત્ર સહિત આખો પરિવાર સંક્રમિત છે, દાદાની મહેસાણામાં પૌત્રી સંભાળ લે છે

મહેસાણાના 75 વર્ષીય રમેશચંદ્ર ઠાકરના પરિવારમાં પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર એમ આખો પરિવાર કોરોનામાં સપડાયો છે. તેઓ હાલ કોરોનાને હરાવવા સંગીત સાધના કરી રહ્યા છે. તેઓ કહે છે, મન મક્કમ રાખો, કોરોનાને મન પર સવાર ન થવા દો, આપો આપ તન સ્વસ્થ રહેશે. વિસનગર રોડ સ્થિત સ્વપ્નવિલા-1માં 6 દિવસથી કોરોના પોઝિટિવ 75 વર્ષીય રમેશચંદ્ર ઠાકર એક રૂમમાં પૂજાપાઠ, હાર્મોનિયમથી ભક્તિ સંગીત સાધનાથી આખો દિવસ ખુશમિજાજમાં રહે છે. તેમનાં પત્ની કર્ણાવતી હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યાં છે. પ્રોફેસર પુત્ર ર્ડા.કામેન્દુ ઠાકર આણંદમાં હોમ આઇસોલેટ છે.

પુત્રવધૂ પણ કોરોના સંક્રમિત છે. એમબીબીએસના પ્રથમ વર્ષમાં ભણતો પૌત્ર અમદાવાદમાં આઇસોલેટ છે. આમ કોરોના સંક્રમિત પરિવારના તમામ સભ્યો એકબીજાથી દૂર પણ એકતાથી હિંમતભેર કોરોના સામે લડી રહ્યા છે. દાદા ઘરે એક રૂમમાં આઇસોલેટ છે. પૌત્રી તિર્થા તેમની સારસંભાળ રાખે છે. પૂજાપાઠ કરીને હાર્મોનિયમ ઉપર સવાર-સાંજ ભજન સંગીતથી મન પ્રફુલ્લિત રાખે છે.

ગત વર્ષે કોરોનામાં કાવ્ય રચ્યું હતું
ઘરમાં રહો ઘરમાં રહો ઘરમાં રહોને,
મહામારીથી બચવા તમે ઘરમાં રહોને.
અગવડો સગવડો વેઠી લેજો ભઇ,
ઉદાસીનતા સાચવી લેજો રોગ જાશે ભાઇ.
દૂર રહો એકબીજાથી, ભીડ કરશો નહીં.
સ્વસ્છ રહો સ્વસ્થ રહો મોજમસ્તીથી રહો,
અફવાથી ચેતતા રહેજો મનમાં લેશો નહીં.
ડરો નહીં ભાગો નહીં નિયમ તોડો નહીં.
ડોક્ટરની સલાહ લઇ રોગ ભગાડો.
જંગ જીતવા ઘરમાં રહી કોરોનાને હરાવવાની દવા લો. સ્વચ્છ રહો, સ્વસ્થ રહો ભાઇ.

અન્ય સમાચારો પણ છે...