તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:જમીન રિસર્વે પ્રમોલગેશન પછી 36 હજાર અરજીઓમાં 60 ટકામાં વધ-ઘટના વાંધા

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા નિરીક્ષક અધિકારી સાથેની બેઠકમાં પરામર્શ કરી વાંધા નિવારવા સંકલન સહયોગનો સૂર

મહેસાણા જિલ્લામાં જમીન રિ-સર્વે પ્રમોલગેશન બાદની ખેડૂતોની 56 હજાર વાંધા અરજીઓ પૈકી અત્યારસુધીમાં 20હજાર અરજીઓનો નિકાલ કરાયો છે જ્યારે હજુ 36હજાર વાંધા અરજીઓ પ્રક્રિયામાં પેન્ડીગ હોઇ ખેડૂતોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ઝડપથી વાંધા નિકાલ કરવા માટે કિસાન સંઘના આગેવાનોની જિલ્લા નિરક્ષક જમીન દફ્તર અધિકારી કચેરીમાં બેઠક યોજાઇ હતી.

જેમાં પ્રમોલગેશન પછીના વાંધાઓ પૈકી 60 ટકા વાંધા 7/12ના પૈકી નંબરોમાં ભાઇભાગમાં જમીન વહેચણીમાં રીસર્વેમાં થોડી વધઘટ આવી હોવાના છે,જેમાં સ્થળ પર આવા પ્રશ્નો નિવારવામાં સંકલન સહયોગ આપવાની આગેવાનોએ તૈયારી દર્શાવીને ખેડૂતોના જમીનના કબ્જા ફેરફાર, ક્ષેત્રફળ ફેરફારના વાંધાનો ઝડપથી નિકાલ કરવા અધીકારીને રજુઆત કરાઇ હતી. રિ સર્વે વાંધામાં હાલ 24 સર્વેયરો છે.

વાંધા નિકાલ ઝુબેશરૂપે કરવા માટે નવા 50 સર્વેયર, 5 ડી.જી.પી.એસ.મશીન, 15 ઇ.ટી.એસ.મશીન, 30 કોમ્પયુટર અને 15 પ્રિન્ટરની જરૂરીયાત હોઇ ગાંધીનગર વડી કચેરીમાં માંગણી કરાઇ છે. ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ વિષ્ણુભાઇ પટેલસહિત ખેડૂત પ્રતિનિધીઓ અને જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર અધિકારી સહિત ટીમ સાથે યોજાયેલ બેઠકમાં તાલુકાવાઇઝ ખેડૂતોની વાંધા અરજીઓ અંગે પરામર્શ કરાયો હતો.જેમાં સર્વેયરના ઓછા સ્ટાફમાં સ્થળ માપણી પ્રક્રિયા કરીને વાંધા નિકાલ કરાય ત્યાં સામે નવા વાંધાનો ઉમેરો ચાલુ રહ્યો હોઇ 36હજાર પેન્ડીગ રહેવા પામી છે,ત્યારે વધુ સર્વેયર નિમવા રજૂઆત કરાશે.

પ્રશ્નોમાં કિસાન કાર્યકર્તા સહકાર આપશે
કિસાન સંઘના આગેવાનોએ કહ્યંુ કે, ક્ષેત્રફળ ફેરફાર, કબ્જા ફેરફાર, જેમના 7/12 બંધની અરજી હોય તે ઝડપથી હલ કરવા જોઇએ. જ્યારે રિ સર્વે પ્રોમલગેશન અગાઉ મૂળ સર્વે નંબરના પૈકી ભાગ ચાલતા હતા તેના નવિન નંબરો બનેલ છે તે નંબરોની વાંધા અરજીઓમાં માપણી કરતા પૈકી ભાગોના ક્ષેત્રફળની વધઘટ માટે ખેડૂત ખાતેદારની સંમતિનો પ્રશ્ન રહેતો હોઇ સર્વૈયર સ્થળે જાય ત્યારે ગામના સરપંચ ઉપરાંત કિસાન સંઘના કાર્યકરનો સંપર્ક કરવો, જે કચેરી કક્ષાથી તૈયાર રેકર્ડ ખેડૂતને જરૂરિયાત પ્રમાણે મળે તેમાં પણ સહયોગી બની નિયમોનુસાર વાંધા નિકાલમાં કાર્યકર્તા સહકાર આપશે.

અન્ય સમાચારો પણ છે...