વિવાદ:પ્રેમસંબંધ મામલે યુવકના પિતા ઉપર યુવતીના ભાઈ સહિત 2નો ખૂની હુમલો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડનગરના વાલ્મિકીવાસની ઘટના, બે સામે હત્યાની કોશિશનો ગુનો
  • મહોલ્લામાં આવેલા યુવકના પિતાને છરીના 6 ઘા ઝીંકી દીધા

વડનગરના વાલ્મિકીવાસમાં પુત્રના પ્રેમસંબંધની અદાવત રાખી યુવકના પિતા ઉપર યુવતીના ભાઇ સહિત 2 શખ્સોએ છરીના 6 જેટલા ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા પહોંચી હતી. જેમને વડનગર સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ બનાવ અંગે પોલીસે બે શખ્સો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડનગર શહેરના ચકલા વિસ્તારના વાલ્મિકીવાસમાં મહેન્દ્રભાઈ સોલંકીને પ્રકાશ અને રાકેશ નામના બે શખ્સોએ છરીના ઘા ઝીંકતાં નીચે ઢળી પડ્યા હતા. તેથી 108 દ્વારા વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

મહેન્દ્ર સોલંકીના દીકરા રવિને પ્રકાશની બહેન સાથે પ્રેમસંબંધ હોવાથી 25 દિવસ અગાઉ બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી બંને શખ્સોએ મારી નાખવાના ઈરાદે મહેન્દ્રભાઈને શરીરે તેમજ ડાબા કાનની નીચે, ગળાના ભાગે, બંને પગની સાથળ ઉપર તથા પીઠના ભાગે છરીના 6 ઘા માર્યા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્તના પુત્ર સુધીરભાઇ સોલંકીએ વડનગર પોલીસ મથકમાં હુમલો કરનાર પ્રકાશ નરેશભાઈ વાલ્મિકી અને રાકેશ બાબુભાઈ વાલ્મિકી સામે ગુનો હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...