રખડતાં ઢોરની રંઝાડ હળવી:મહેસાણામાં 5 માસમાં 997 ઢોર પકડી પાંજરાપોળને સોંપવામાં નગરપાલિકાના ~ 46.94 લાખ ખર્ચાયા

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રખડતાં ઢોરની રંઝાડ હળવી કરવા પાલિકાએ વધુ 25ગાય,6 આખલા પાંજરામાં પૂર્યા

મહેસાણા શહેરના જાહેર માર્ગો પર રખડતા ઢોરના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પડતી હાલાકીઓ હળવી કરવા નગરપાલિકા તંત્ર દ્વારા સતત ઢોર પક્કડ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. આ દરમ્યાન ગત રાત્રે શહેરમાં ગ્રિન સિટી મોઢેરા રોડ, નાગલપુર હાઇવે, મગપરા રોડ, ગાંધીનગર લીંક રોડ, આંબેડકર બ્રિજ વિસ્તારમાંથી 25 ગાયો અને 6 આખલા મળીને કુલ 31 રખડતા ઢોર પકડીને પરા પાંજરામાં મૂકવામાં આવ્યા છે.

છેલ્લા 5 મહિનામાં શહેરમાં એજન્સીરાહે રખડતા 996 ઢોર પકડીને તે પૈકી 957 ઢોર પાંજરાપોળને અનુદાનથી આપવામાં નગરપાલિકાના રૂ. 4694400 ખર્ચાયા છે. જ્યારે તેની પકેડલ ગાયો પૈકી 40 ગાય છોડાવવામાં પશુપાલકોથી દંડ પેટે પાલિકાને રૂ. બે લાખ આવક થઇ છે. નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, શહેરમાં રખડતા ઢોર પકડવામાં ઢોર દિઠ એજન્સીને રૂ. 1700 તેમજ અનુદાનથી પાંજરાપોળને સોપવામાં ગાય દિઠ રૂ. 3000 અને આખલા દિઠ રૂ. 3500 ખર્ચ કરાઇ રહ્યો છે. જેમાં શહેરમાં 25 મેથી 7 નવેમ્બર દરમ્યાન 740 ગાયો અને 257 આખલા મળીને કુલ 997 ઢોર પકડવામાં આવ્યા છે. તેની પાછળ કુલ રૂ. 16.93 લાખ એજન્સી પાછળ ખર્ચ થયો છે. જ્યારે પકડેલા ઢોર પૈકી 954 જેટલા ઢોર અનુદાનથી પાંજરાપોળને સોપવામાં કુલ રૂ. 29.99 લાખ ખર્ચાયા છે.

અન્ય સમાચારો પણ છે...