પાલિકાનું મૌન:મહેસાણા એરોડ્રામથી 8 કિમી એરિયામાં ઉંચા બાંધકામ થવા છતાં પાલિકાનું મૌન

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા શરતી મંજૂરી આપ્યા પછી તપાસમાં અધ્ધરતાલ
  • નાગરિક ઉડ્ડયન કચેરીનું ના વાંધા પ્રમાણપત્ર પાલિકામાં રજૂ ન કરાયાં

મહેસાણા એરોડ્રામથી 8 કિમી ત્રિજ્યામાં હાઇરાઇઝ બાંધકામ માટે એનએ તેમજ બાંધકામ પરવાનગી મેળવતી વખતે નાગરીક ઉડ્ડયનની કચેરીનું ના વાંધા પ્રમાણપત્ર મેળવવાની શરત રખાય છે. જોકે આવી શરતી મંજૂરીઓથી આસપાસ 12 થી વધુ બિલ્ડીગો બની ગયા પણ હજુ એકપણ બિલ્ડીગકર્તાએ એરપોર્ટ ઓથોરિટીની એનઓસી પાલિકામાં રજૂ કરી નથી. સૂત્રો મુજબ મહેસાણા એરોડ્રામને સત્તા નથી અને અમદાવાદ ખાતે કચેરીએ લાંબી પ્રક્રિયા હોઇ શરતી મંજુરીથી પરવાનગી મેળવનાર એનઓસી મેળવતા નથી અને પાલિકા પૃચ્છા પણ ન કરતા હોવાનું જણાયું છે.

એક અરજદારે એનઓસી માટે કવાયત કરી
મહેસાણામાં એક અરજદારે એનએ રીવાઇઝમાં કલેકટર કચેરથી નાગરીક ઉડ્ડયનની એનઓસી લેવાની શરત સુચવેલ હોઇ એન.ઓ.સી માટે અમદાવાદ ગુજસેલ કચેરી એ ડોક્યુમેન્ટ લઇને પહોચી સબમીટ કરાવ્યા છે.મહેસાણામાં એરપોર્ટ ઓથોરીટીની એન.ઓ.સી માટે ગુજસેલ સુધી તમામ કવાયત કરનાર આ અરજદાર પ્રથમ બનશે.

અન્ય સમાચારો પણ છે...