તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી અટકી:મહેસાણાની રેલવે હદમાં નવો રોડ બનાવાવ પાલિકાનો પ્રયાસ નિષ્ફળ

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ હેડક્વાર્ટરથી હીરાનગર ચોક સુધી રેલવે હદ
  • 8 મહિનાથી કામગીરી અટકી, 1.12 કરોડનું રોડનું કામ અધ્ધરતાલ

મહેસાણા શહેરમાં પોલીસ હેડક્વાર્ટરથી સીધા હીરાનગર થઇને સોમનાથ રોડ જવા શોર્ટકટ શહેરીજનોને નવો રસ્તો મળે અને બિલાડી બાગ રોડનું લાંબુ અંતર વાહનચાલકોને ઓછુ થાય તેવા હેતુથી નગરપાલિકા તંત્ર દ્વારા ટેન્ડર કરીને રૂ. 1.12 કરોડના ખર્ચે નવો રોડ બનાવાનું કામ શરૂ કરાયુ હતું,જોકે આ રસ્તામાં કેટલીક રેલવેની હદ આવતી હોઇ રેલવે તંત્રને જગ્યા ફાળવવા પાલિકા તંત્રએ દરખાસ્ત કરાઇ છે પરંતુ આઠ મહિના વિતવા છતાં હજુ મંજુરી ન મળતાં રેલવેહદની જગ્યા ડેવલપ વગર અધ્ધરતાલ પડી રહી છે.

રેલવે તંત્ર દ્વારાનવો રોડ બનાવવાનું આયોજન નથી અને પાલિકાએ નવો રોડ બનાવાની કરેલી તૈયારીઓ નિષ્ફળ જતાં આઠ મહિના પછી પણ આ જગ્યા કાચા રસ્તાની જેમ ડેવલપ વગર બંજર હાલતમાં રહી છે. નગરપાલિકા તંત્ર દ્વારા પોલીસ હેડક્વાર્ટર થી હીરાનગર ચોક સુધી રોડ નવીનીકરણ માટે આઠ મહિના પહેલા એજન્સીને રૂ. 1.12 કરોડમાં કામ સોપાયુ હતું.જેમાં એજન્સીએ આઠ થી દશ ટ્રક મેટલ ના ઠગલા કરાયા હતા.જોકે રેલવે હદ આવી જતી હોઇ રેલવે તંત્રની પરવાનગી જરૂરી હોઇ કામગીરી અટકી હતી.

આ દરમ્યાન પાલિકા દ્વારા રેલવે તંત્ર પાસે રોડ બનાવા જગ્યા ફાળવવા માંગણી કરાઇ હતી પરંતુ રેલવે ડેવલપમેન્ટ ઓથોરીટી હસ્તકની જગ્યા હોઇ પાલિકાને જગ્યા હજુ સુધી ફાળવાઇ નથી.ત્યારે એજન્સીને વર્કઓર્ડર આપ્યો તેના પછી આ રોડના પ્રોજેક્ટમાં રોડ વગર પાલિકાને નુકશાન વેઢવુ પડી શકે તેવો ઘાટ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...