5 વર્ષે પાલિકા જાગી:મહેસાણાના રાધનપુર રોડ પર પાંચ વર્ષ અગાઉ ગેરકાયદેસર બનેલા બિલ્ડીંગને પાલિકાએ આજે સિલ કર્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • અગાઉ પાલિકાએ આ મામલે અનેકવાર નોટિસો આપી હતી

મહેસાણા શહેરમાં રાધનપુર રોડ પર પ્રકાશ સોસાયટી પાસેનું ગેરકાયદેસર કોમ્પ્લેક્ષને આજે મહેસાણા પાલિકાએ સિલ કર્યું છે. અગાઉ પાલિકાએ આ મામલે અનેકવાર નોટિસો આપી હતી, જે કોઇએ ન ગણકારતાં આજે આખા કોમ્પ્લેક્ષને સિલ મારી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે પાંચ વર્ષ અગાઉ કરાયેલા ગેરકાયદેસર બાંધકામ પર આજે પાલિકાએ કાર્યવાહી કરી છે

મહેસાણા શહેરમાં આવેલા રાધનપુર રોડ પરની પ્રકાશ સોસાયટીની આગળ પાંચ વર્ષ અગાઉ પાલિકાની મંજૂરી વિના બનાવવામાં આવેલા કોમ્પ્લેક્ષમા આજે પાલિકાએ સિલ માર્યું છે. આજે મહેસાણા પાલિકાની ટીમો આ કોમ્પ્લેક્ષ ખાતે પહોંચી હતી અને કોમ્પ્લેક્ષમાં આવેલી સેલ્સ ઇન્ડિયા, કલોથ રેક, વરદાન વુમન્સ હોસ્પિટલ, નીલકંઠ હાઈટેક ડેન્ટલ હોસ્પિટલને પણ સિલ મારી દેવામાં આવ્યા હતા.

પ્રકાશ સોસાયટીની આગળ દેસાઈ ભટીબેન એમ. નામના વ્યક્તિ કોમ્પ્લેક્ષની માલિકી ધરાવે છે. એમના દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. તેમજ પાલિકા દ્વારા અવાર નવાર આ મામલે નોટિસો આપવામાં આવી હતી છતાં કોઇ ગણકારી નહોતી. ત્યારે પાલિકાએ પાંચ વર્ષ બાદ ટાઉન પ્લાનિંગ એક્ટ 1976 મુજબ ગેરકાયદેસર કોમ્પ્લેક્ષનો ઉપયોગ કરવા બદલ આ બીલડીગને સિલ માર્યું હતું.

ધ્યાને આવતાં સીલ કરાયું : ચીફ ઓફિસર
ચીફ ઓફિસર અલ્પેશભાઇ પટેલે કહ્યું કે, ગેરકાયદેર બિલ્ડિંગ બાંધનાર માલિકની જવાબદારી થાય છે. વર્ષ 2017ના અરસાથી નોટિસ આપતી આવી છે. જેતે વખતે આ બિલ્ડિંગ પરવાનગી વગર બનેલું છે, અમારા ધ્યાને આવતાં સીલ કાર્યવાહી કરાઇ છે. જે ગેરકાયદે થઇ ગયા છે તેને પહેલા સીલ કરી આગળની કાર્યવાહી થશે.

સિટી બસના સંચાલકની ઓફિસ પણ સીલ કરાઈ
સિટી બસ સેવા ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સીના સંચાલનકર્તા બ્રિજેશ બારોટની મેઇન ઓફિસ(ભાડુઆત) આ ગેરકાયદેર બિલ્ડીગમાં હોઇ તે પણ અન્ય દુકાનોની જેમ સીલ કરાઇ હોવાનું પાલિકાના સૂત્રોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...