મહેસાણાના સાંસદસભ્ય શારદાબેન પટેલ અવારનવાર વિસ્તારના વિકાસ અને પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવતાં આવ્યાં છે. ત્યારે આજે લોકસભામાં મહેસાણા રેલવે સ્ટેશન ખાતે યાર્ડ બનાવવાની સાંસદે માંગણી કરી હતી.
મહેસાણા ઉત્તર ગુજરાતનું કેન્દ્ર બિંદુઃ સાંસદસભ્ય
તેઓના જણાવ્યાં પ્રમાણે, મહેસાણા ઉત્તર ગુજરાતનું કેન્દ્ર બિંદુ છે અને પાટણ તથા બનાસકાંઠાની ટ્રેનો મહેસાણાથી અવરજવર કરે છે. મહેસાણામાં વર્ષો પહેલા યાર્ડ કાર્યરત હતું. જો યાર્ડ ફરીથી કાર્યરત થાય તો લાંબા અંતરની ટ્રેનોના મેન્ટેનન્સ અને સાફ સફાઈનું કામ મહેસાણામાં કરી શકાય અને નવી લાંબા અંતરની ટ્રેનોને મહેસાણા, પાટણ કે પાલનપુર સુધી લંબાવી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માદરે વતન અને પૌરાણિક મહત્ત્વ ધરાવતું વડનગર સ્ટેશન પણ કાર્યરત છે અને હવે ત્યાંથી તારંગા-અંબાજીથી આબુ રોડ સુધીની નવી રેલવે ટ્રેક બનવા જઈ રહ્યો છે. આથી વડનગરથી પણ નવી લાંબા અંતરની ટ્રેનો શરુ કરવી હોય તો પણ મહેસાણામાં યાર્ડ મદદરૂપ સાબિત થાય.
વધુમાં સાંસદે જણાવ્યું કે, મહેસાણા રેલવે સ્ટાફમાં પહેલેથી જ યાર્ડના કર્મચારી ફરજ ઉપર છે. જેથી રેલવે વિભાગ ઉપર યાર્ડના કર્મચારીઓનો પગાર વધારાનો આર્થિક ભારણ પણ નહી આવે. આમ આજે તેઓએ સાંસદમાં રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.