સસ્તું ઉચ્ચ શિક્ષણ આપતી અને મધ્યમ વર્ગને પોષાય તેવી ફી લેતી ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણ મુદ્દે અધ્યાપકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. સરકારની આ કાર્યવાહીના વિરોધમાં મહેસાણા, પિલવાઇ, ખેરાલુ, વિજાપુર સહિત જિલ્લાની ગ્રાન્ટેડ કોલેજોમાં બુધવારે અધ્યાપકોએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.નાગલપુર કોલેજમાં 300 કરતાં વધારે ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. ખાનગી યુનિવર્સિટી એક્ટ પ્રમાણે રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવવા કાર્યવાહી કરાઇ રહી છે.
સરકારના અનુદાનથી ચાલતી, સસ્તુ અને સારુ શિક્ષણ આપતી સમાજના દરેક વર્ગને પોષાય તેવી ફી લેતી ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીના હવાલે કરવી જોઈએ નહીં. ખાનગી યુનિવર્સિટી એક્ટ 2021નો સુધારો રદ કરવાની માગણી રાજ્ય અધ્યાપક મહામંડળે શિક્ષણમંત્રી સમક્ષ કરી છે ,પરંતુ હજુ સુધી આ એક્ટમાં સુધારો થયો નથી.ખાનગી યુનિવર્સિટી એક્ટમાં 2011માં જે સુધારો કરાયો હતો, તે પ્રમાણે ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવી શકાય નહીં તે ચાલુ રાખવા અને આ એક્ટ 2021 રદ કરવા આંદોલન કરવાનું નક્કી કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.