હવામાન:માઉન્ટ આબુમાં સિઝનમાં પહેલીવાર ઠંડી 4 ડિગ્રી નોંધાઇ, મહેસાણામાં 16

મહેસાણા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવામાં ભેજનું પ્રમાણ વધતાં ઉ.ગુ.માં ઠંડી વધુ 3 ડિગ્રી ઠંડી વધી 16 થઇ
  • હીમવર્ષાની શક્યતા,આગામી ત્રણ દિવસમાં ઠંડી વધુ 3 ડિગ્રી ઘટશે

હિલસ્ટેશન માઉન્ટ આબુમાં મંગળવારે સિઝનમાં પહેલીવાર રાતનું લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાતાં ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાયો હતો. જ્યાં પ્રવાસીઓ બોનફાયર, ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો હતો. તો ઉત્તર ગુજરાતમાં ઉત્તર-પૂર્વિય પવનની સ્થિતિ યથાવતાં રહેતાં બુધવારે સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 14% અને બપોરે 2% ઘટ્યું હતું. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 16 ડિગ્રીથી નીચે આવ્યો હતો.

આ સાથે મંગળવાર મોડી સાંજથી બુધવાર સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જ્યારે દિવસના તાપમાનમાં આંશિક ઘટાડા સાથે ગરમીનો પારો 33 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગાહી ત્રણેક દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા વચ્ચે ઠંડીનો પારો 13 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે.

જયપુર હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ભારતમાં જમ્મુ અને કાશ્મીર રાજ્ય, લદ્દાખમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે. જેના કારણે આગામી દિવસોમાં ત્યાં હિમવર્ષા થવાની સંભાવના છે. આ હિમવર્ષા પછી ઉત્તરીય પવન મેદાની વિસ્તારો તરફ આગળ વધશે તો હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં શિયાળાની અસર વધશે. જોકે રાજસ્થાનમાં આગામી 3-4 દિવસ સુધી હવામાન ચોખ્ખું રહેશે.

અન્ય સમાચારો પણ છે...