મહેસાણા શહેરના બાયપાસ હાઈવે ઉપર પાંચોટ સર્કલથી ઓએનજીસી સર્કલ સુધીના રોડ ઉપર અનેક મસમોટા ગાબડા પડી ગયા છે. જેના કારણે દિવસ રાત હજારોની સંખ્યામાં પસાર થતાં વાહનચાલકો તોબા પોકારી ઉઠયા છે. ત્યારે લોકોની રજૂઆત બાદ મહેસાણા સાંસદે નેશનલ હાઈવે ઓથોરીટીને તાત્કાલિક ધોરણે હાઈવેની મરામત કરવા રજૂઆત કરી છે.
મહેસાણા શહેરનો બાયપાસ હાઈવે તેમજ પાલાવાસણાથી હિંમતનગર હાઇવે નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તક આવેલા છે. તેમજ બાયપાસ હાઈવે ઉપર પાંચોટ સર્કલથી શિવાલા સર્કલ સુધી અનેક મસમોટા ખાડા પડી ગયા હોવાથી અહીંથી પસાર થતા ભારે વાહન ચાલકો અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમદાવાદથી પાલનપુર તરફ જતા તેમજ બહુચરાજી મોઢેરા અને ચાણસ્મા તરફથી મહેસાણા તરફ આવતા વાહનચાલકો બાયપાસ હાઈવે નો ઉપયોગ કરતા હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.
પાલાવાસના ઓએનજીસી સર્કલથી રામપુરા ચોકડી સુધીના રોડને પણ તેવીજ હાલત હોવાથી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડ યોગ્ય રીતે નહીં બનાવવામાં આવતા અને કોઈ મરામત નહીં કરવામાં આવતા આખરે આ મામલે મહેસાણા સાંસદ શારદાબેન પટેલે નેશનલ હાઈવે ઓથોરીટીને પત્ર લખીને વાહનચાલકોને હાલાકી દૂર થાય તે માટે ચોમાસા અગાઉ મરામત કામગીરી કરવા રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.