તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સાંઈબાબા બ્રિજ નજીક રાત્રે ટેન્કરે એક્ટિવાને અડફેટે લઇ100 ફૂટ ઢસડ્યું, માતા-પુત્રનું મોત

મહેસાણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
માતા અને પુત્રનો જીવ લેનાર ઘટનાની આ તસવીર આપને વિચલિત કરી શકે છે, પરંતુ ઘટનાની ભયાનકતા દર્શાવવા માટે પ્રકાશિત કરી છે. - Divya Bhaskar
માતા અને પુત્રનો જીવ લેનાર ઘટનાની આ તસવીર આપને વિચલિત કરી શકે છે, પરંતુ ઘટનાની ભયાનકતા દર્શાવવા માટે પ્રકાશિત કરી છે.
 • મહેસાણાના ઉચરપી રોડના શ્રીજી શરણમ ફ્લેટમાં રહેતા પરિવારને અકસ્માત, પતિને ગંભીર ઇજા
 • ભાટિયા પરિવાર ખેરવા કોવિડ કેર સેન્ટરમાં કેન્ટીનની સેવા આપતો હતો

મહેસાણા શહેરના ઉચરપી રોડ પર શ્રીજી શરણમ ફલેટમાં રહેતો ભાટિયા પરિવાર સોમવારે રાત્રે 9-30 વાગે એક્ટિવા લઈને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે સાંઈબાબા બ્રિજ નજીક વળાંકમાં ટેન્કર ચાલકે ટક્કર મારી સર્જેલા અકસ્માતમાં માતા અને પુત્રનું મોત થયું હતું, જ્યારે પતિને ગંભીર ઈજા પહોંચી હતી. આ પરિવાર ખેરવા કોવિડ કેર સેન્ટરમાં કેન્ટીનની સેવા આપતો હતો.શહેરના ઉચરપી રોડ પરના શ્રીજી શરણમ ફ્લેટમાં રહેતા સંદિપકુમાર ભાટિયા સોમવારે રાત્રે એક્ટીવા (જીજે 2 ડીઆઈ 1561) લઈને પત્ની વણીતાબેન અને પુત્ર હેત સાથે ઘરે પરત જતાં સાંઈબાબા બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટેન્કરે ટક્કર મારી હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કે એક્ટિવા પર સવાર પરિવારને લગભગ 100 ફૂટ સુધી ઢસડ્યો હતો. આ અકસ્માતમાં વનીતાબેન (38) અને હેત (17)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સંદીપભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત બાદ ટેન્કર ચાલક ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો તેમજ એ ડિવિઝન પોલીસે દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો