ધંધા ગતિમાં:કોરોના પછી આ વર્ષે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં મહેસાણા જિ.માંથી 643 કરોડના 749 ઉદ્યોગો શરૂ કરવા એમઓયુ થશે

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2019ની વાઇબ્રન્ટ સમિટમાં થયેલા 246 એમઓયુની સરખામણીએ આ વર્ષે સાડા ત્રણ ગણા વધુ થશે

મહેસાણા જિલ્લામાં રૂ. એક લાખથી માંડી રૂ. 50 કરોડ સુધીના એમએસએમઇ ઉદ્યોગ શરૂ કરવા 749 નાના-મોટા ઉદ્યોગકારો આગામી જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કરશે. દર બે વર્ષે યોજાતી વાઇબ્રાન્ટ સમિટ આ વખતે કોરોનાના કારણે ત્રણ વર્ષે જાન્યુઆરી-2022માં યોજાનાર છે. ત્યારે ઉદ્યોગ કેન્દ્ર પણ તૈયારીઓમાં લાગ્યું છે. ઉલ્લેખનિય છે કે, પાછલી 5 વાઇબ્રન્ટ સમિટમાં મહેસાણા જિલ્લામાંથી ઉદ્યોગ શરૂ કરવા માટે થયેલા એક હજાર જેટલા એમઓયુ પૈકી 322 ઉદ્યોગો શરૂ જ થયા નથી એટલે કે એમઓયુ પછી આ ઉદ્યોગો ડ્રોપ થઇ ગયા છે. હવે વર્ષ 2022માં કુલ 749 પ્રોજેક્ટો શરૂ કરવા એમઓયુ થનાર છે. આ આંકડો પાછલા વર્ષ 2019ના વાઇબ્રન્ટમાં 246 એમઓયુની સરખામણીએ સાડા ત્રણ ગણો વધુ છે.

એમઓયુ કરનાર પ્રોજેક્ટોમાં રૂ. 2 થી 25 લાખનું રોકાણ દર્શાવતા ઉદ્યોગોની સંખ્યા 50 ટકા છે. જેને લઇ એમઓયુની સંખ્યા વધી છે. ત્રણ કારણોથી ઉદ્યોગ તરફનો ગ્રાફ વધ્યો મહેસાણા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર દિલીપસિંહ ચાવડાએ કહ્યું કે, કોરોનાના કારણે ગત વર્ષ વાઇબ્રન્ટમાં નવા ઉદ્યોગો શરૂ ન થઇ શક્યા, એટલે દર બે વર્ષના બદલે એક વર્ષ વધુ મળી ત્રીજા વર્ષે યોજાઇ રહેલી વાઇબ્રન્ટમાં ઉદ્યોગ શરૂ કરવા વધુ એમઓયુ આવ્યા. વળી કોરોનાના કારણે નોકરી ગયા પછી લોકો ધંધા તરફ વળ્યા છે. સરકારી પ્રોત્સાહન યોજનાઓનો લાભ મળી રહ્યો હોઇ ઉદ્યોગો પ્રત્યે આકર્ષણ વધ્યું છે. જિલ્લામાં સૌથી વધુ જીરૂ, વરિયાળી, દાળ, ઘઉં વગેરે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ પાર્ટસ તેમજ રોડ કન્સ્ટ્રક્શન સાધનો બનાવતા પ્રોજેક્ટો વધી રહ્યા છે.

વર્ષ 2022માં કયા MSME ઉદ્યોગમાં કેટલા રોકાણનો ઇરાદો

સેક્ટરએમ.ઓ.યુરોકાણનો ઇરાદો(કરોડ રૂ.માં
1.એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ165146.26
2.એન્જીન્યરીંગ,ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ76117.66
3. ટેક્ષટાઇલ(કાપડ)4635.85
4. કેમિકલ્સ,પેટ્રોકેમિકલ્સ,GIDC લાર્જ પ્રોજેક્ટ2938.51
5.રીટેઇલ ટ્રેડ(છૂટક વેપાર) એન્ડ સર્વિસ271.05
6. હેલ્થકેર એન્ડ ફાર્માસ્યુટીકલ્સ1953.07
7. પશુપાલન,માજીમારી અને સહકાર1510.51
8. પાવર, ઓઇલ અને ગેસ1519.19
9. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ બાયોટેકનોલોજી130.64
10. ખનિજ આધારિત પ્રોજેક્ટ76.49
11. સ્કિલ ડેવલપમેન્ટ સેક્ટર63.78
12. ટ્રાન્સપોર્ટ60.99
13. એજ્યુકેશન50.11
14. ટુરીઝમ એન્ડ સીવીલ એવીએશન30.52
15. વોટર સપ્લાય30.1
16. ફાઇનાન્સીયલ સર્વિસ20.83

17. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, લોજીસ્ટીક પાર્ક એન્ડ

મીની એસ્ટેટ250.2
18. રોડ એન્ડ રેલ પ્રોજેક્ટ20.54
19. એન્વાયરમેન્ટ,ફોરેસ્ટ એન્ડ ક્લામેટ ચેન્જ150
20. અન્ય307107.16

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...