પાણીની શુદ્ધતાના પ્રહરી:રાજ્યમાં 73 હજારથી વધુ મહિલાએ પાણીના 65 હજાર નમૂનાની ગુણવત્તા ચકાસી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના 18,187 ગામડાંઓમાં 73,805 મહિલાઓ પાણીની શુદ્ધતાના પ્રહરી બની છે. રાજ્યના પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો દ્વારા આ મહિલાઓને તાલીમ આપી ફિલ્ડ ટેસ્ટ કિટ્સ અપાઇ છે. કિટ્સની મદદથી અત્યાર સુધીમાં પાણીના કુલ 64,711 નમૂનાનું ટેસ્ટિંગ કર્યું, જેમાં 6318 નમૂના દુષિત મળ્યા હતા.

મહિલાઓ અત્યાર સુધીમાં 64,711 પાણીના નમૂના લઇ ટેસ્ટિંગ કરી ચૂકી
રાજ્યના 18187 ગામડાંઓમાં રહેતાં 91,73,378 પરિવારોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેની જવાબદારી રાજ્યની 73,805 મહિલાઓ સંભાળી છે. રાજ્યના પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો દ્વારા જલ જીવન મિશન હેઠળ રાજ્યની 73,805 મહિલાઓને પાણીની ગુણવતા ચકાસવાની તાલીમ આપી કિટ્સ અપાઇ છે. આ મહિલાઓ અત્યાર સુધીમાં 64,711 પાણીના નમૂના લઇ ટેસ્ટિંગ કરી ચૂકી છે.

રાજ્યમાં વર્ષે 2 લાખ જેટલા સ્ત્રોતોનું પીવાના પાણીની ગુણવત્તા ચકાસાય
ટેસ્ટના રિપોર્ટમાં કુલ 6381 નમૂના દુષિત હોવાનું સામે આવ્યું છે. 6381 પૈકી 1993 નમૂનામાં રાસાયણિક રીતે દૂષિત તેમજ 4351 નમૂનામાં બેક્ટેરિયાથી દુષિત હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ, 14,761 ગામ એવા છે જેમાં દરેક ગામમાં 5-5 મહિલા પાણીના ટેસ્ટિંગ કરી છે. 345 ગામમાં 4-4 મહિલા, 216 ગામમાં 3-3 મહિલા, 97 ગામમાં 2-2 મહિલા, 699 ગામમાં 1-1 મહિલા સેવા આપી રહી છે. જ્યારે 2069 ગામમાં હજુ મહિલાઓને તાલીમ આપવાની બાકી છે. રાજ્યમાં વર્ષે 2 લાખ જેટલા સ્ત્રોતોનું પીવાના પાણીની ગુણવત્તા ચકાસાય છે.

રાજ્યના 9 જિલ્લામાં 3 હજારથી વધુ મહિલાઓ સેવા આપે છે

જિલ્લોગામમહિલા
બનાસકાંઠા12454755
કચ્છ8814400
સુરત7483740
વડોદરા6553275
મહેસાણા6333165
પંચમહાલ6303150
સાબરકાંઠા7093100
અરવલ્લી6643095
અમરેલી6143070

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...