હેરાન:મહેસાણાના મુખ્ય માર્ગો પર રાત્રે 50 થી વધુ સ્ટ્રીટ લાઈટો બંધ રહેતાં અંધારપટ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપની અને પાલિકા એકબીજાને ખો આપી રહ્યા છે,અંધારપટથી વાહનચાલકો હેરાન

શહેરમાં મોઢેરા રોડ વાઈડ એન્ગલથી બ્રિજ સુધી, હૈદરી ચોક, ડેરી રોડ સહિતના મુખ્ય માર્ગોમાં મોટાભાગની સ્ટ્રીટલાઇટો રાત્રે બંધ હાલતમાં રહેતા રાહદારીઓ અને વાહનચાલકો તોબા પોકારી ઉઠયા છે.ચોમાસામાં લાંબા સમય સુધી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં રહેતા રાહદારીઓ ને રાત્રે અંધારપટ માંથી પસાર થવું પડે છે. મંગળવારે એક જ દિવસમાં 50 થી વધુ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદો પાલિકામાં ખડકાઈ હતી.એલઈડી લાઈટની ઇઇએસ એલ કંપની ના સૂત્રો કહે છે કે કેબલ ફોલ્ટ હોય પાલિકાની જવાબદારી છે. બીજી તરફ પાલિકા દ્વારા બે મહિનાથી કેબલ મરામત નો કોન્ટ્રાક્ટ અધ્ધરતાલ હોય કામગીરી ઘોચમાં પડી છે.

મહેસાણા શહેરના હાઇવે પર વાઈડ એન્ગલથી ઓવર બ્રિજ તરફના આખા પટ્ટામાં રાત્રે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટ છવાયેલો છે, જેથી વાહનોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.જેલ રોડ પર 5, ટીબી રોડ પર 3,ગાયત્રી સેટેલાઈટ રોડ પર 2,સુખાપુરમાં 6, મનમોહન સોસા.માં 6, લાઈફલાઈન હોસ્પિટલ રોડ ઉપર 5,મળી સીટી 2 વિસ્તારમાં 31 ફરિયાદો સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની મળી છે .નાગલપુર હાઈવે રોડ પર પણ સાત થાભલા પર સ્ટ્રીટ લાઈટો શોભાના ગાંઠિયાની જેમ બંધ હાલતમાં રહી છે. મહેસાણા શહેર 1માં હૈદરી ચોક સિધ્ધપુરી બજાર પરા દરગાહ સુધી સાત લાઈટો બંધ રહેતા અંધારપટ છવાયેલો છે.વિસ્તારના ઇરફાનભાઇ પઠાણે કહ્યું કે રવિવારે બંધ સ્ટ્રીટ લાઈટ બદલીને નવી નાખી છતાં ચાલુ થઈ નથી .કેબલ કેબલ બદલે તો જ સમસ્યાનો અંત આવે .

અન્ય સમાચારો પણ છે...