દબાણો દૂર:કડી નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 400થી વધારે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા

મહેસાણા જિલ્લામાં આવેલા કડી શહેરમાં પાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી દબાણ હટાવો ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કુલ 400 જેટલા દબાણો પાલિકાએ દૂર કર્યા છે. જેને લઈને ક્યાંક ગમ તો ક્યાંક ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો.

કડી શહેરમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાં આવેલા રહેણાક મકાનો અને બજારમાં વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. જેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ મામલે કડી પાલિકાએ છેલ્લા ત્રણ દિવસથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

કડી શહેરના ભાગ્યોદય ચાર રસ્તા ભાગ્યોદય હોસ્પિટલ, માર્કટ યાર્ડ રોડ, સહારા, સિવિલ કોર્ટ, પાયગા સ્કૂલ, કરણપુરા, મોટા તળાવ, ઘુમતીયા, ચબૂતરો ચોક જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો પર પાલિકાએ બુલડોઝર ફેરવી કુલ 400થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા.

ગેરકાયદેસર દબાણ અંગે કડી પાલિકામાં 100થી વધુ લોકોને નોટિસ આપી જાણ કરવામાં આવી હતી અને 100થી વધુ લોકોને મૌખિક સૂચના આપવામાં આવી હતી. જોકે, જમીન ખાલી ન કરતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પાલિકાના 60 માણસો સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...