ખેતીની વાત:શિયાળાની શરૂઆતમાં જ મહેસાણા જિલ્લામાં 36 હજારથી વધું હેક્ટર જમીનમાં રવીપાકોનું વાવેતર કરાયું

મહેસાણા15 દિવસ પહેલા
  • રવિ સિઝનમાં 1.72 લાખ હેકટરમાં વેવેતર થવાનો અંદાજ
  • સૌથી વધુ વિસનગર તાલુકામાં 7 હજાર 492 હેક્ટર વાવેતર

ખેતી અને પશુપાલન આધારિત મહેસાણા જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાની સાથે ખેડૂતો દ્વારા રવીપાકોનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. વાવેતરના ત્રીજા સપ્તાહે જિલ્લામાં 35 હજાર 518 હેક્ટર જેટલું વાવેતર પૂર્ણ થયું છે. જ્યારે ચાલુ રવિ સીઝનમાં કુલ 1 લાખ 72 હજાર 902 હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ ખેતીવાડી વિભાગ દ્વારા નકકી કરવામાં આવ્યો છે.

હાલમાં સિઝનની શરૂઆતમાં સૌથી વધુ રાયડાનું 18 હજાર 646 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જ્યારે હાલ જિલ્લામાં વિસનગર તાલુકો 7 હજાર 492 હેકટરમાં વાવેતર કરવામાં અગ્રેસર રહ્યો છે. આમ જિલ્લામાં ઘઉંનું 407 હેક્ટર, જુવારનું 132 હેક્ટર, ચણા 173 હેક્ટર, તમાકુ 210 હેક્ટર, જીરું 45, વરિયાળી 1 હજાર 4 હેક્ટર, શાકભાજી 2 હજાર 96 હેક્ટર અને ઘાસચારો 12 હજાર 153 હેક્ટરમાં મળી કુલ 36 હજાર 518 હેક્ટરમાં વાવેતર કરાયું છે

ગત વર્ષની સરખામણીએ એક સમાન રહ્યું છે અને હાલમાં પુરજોશમાં વાવેતર ચાલી રહ્યું છે. જેમાં સૌથી વધુ વિજાપુર તાલુકામાં 30 હજાર હેક્ટરમાં વેવેતર થવાનો અંદાજ નક્કી કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...