હવે બુસ્ટર ડોઝ મુકાશે:મહેસાણા જિલ્લામાં 10 જાન્યુઆરી બાદ 22 હજારથી વધુ હેલ્થ વર્કર અને સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ મુકાશે

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 60થી વધુ ઉંમરના સિનિયર સિટીઝ અને કો.મોરબીડ કન્ડિશન ધરાવતા દર્દીને ડોઝ અપાશે

મહેસાણા જિલ્લામાં આજથી 15થી 18 વર્ષના 1 લાખથી વધુ બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહ્યા છે. જે બાદ 10 જાન્યુઆરીથી મહેસાણા જિલ્લામાં હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તેમજ સિનિયર સિટીઝનો કોરોના વેક્સિનનો ત્રીજો બુસ્ટર ડોઝ આપવાની જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં કોરોના વ્યક્તિની પ્રથમ અને બીજા ડોઝની કામગીરી મોટાભાગે પૂર્ણ થયા બાદ આજથી જિલ્લામાં પાંચ દિવસ સુધી એક લાખથી વધુ 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ બાદમાં આગામી 10 જાન્યુઆરી બાદ મહેસાણા જિલ્લામાં 22 હજાર 347 હેલ્થ વર્કર, 60 વર્ષથી વધુ ઉંમરના 18 હજાર 616 મળી કુલ 40 હજાર 963 સહિત 45થી 59 વર્ષના 733 કો મોરબીડ કન્ડિશન ધરાવતા દર્દીઓને બુસ્ટર ડોઝ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...