• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • More Than 200 Congress Workers And Leaders From Becharaji Will Wear Saffron Today, Those Who Have Been With The Congress For The Last Three Generations Will Also Join The BJP.

મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ:બેચરાજીના 200થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા, છેલ્લી 3 પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલાએ પણ કેસરીયો ધારણ કર્યો

મહેસાણા8 મહિનો પહેલા
  • ગાંધીનગરમાં કમલમ ખાતે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા
  • રજની પટેલ અને ગોરધન ઝડફિયા સહિતના ભાજપના આગેવાનો હાજર

મહેસાણા જિલ્લામાં આજે 200થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા છે. જિલ્લાના પીઢ કોંગ્રેસી આગેવાનો આજે ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે અને મહામંત્રી રજની પટેલ, ગોરધન ઝડફિયાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભગવો ધારણ કર્યો છે.

કોંગ્રેસના અનેક આગેવાનો ભાજપમાં જોડાયા
કોંગ્રેસના અનેક આગેવાનો ભાજપમાં જોડાયા

પક્ષમાં અવગણના અને અસંતોષના કારણે નિર્ણય લેવાયો
મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભા દરબાર, બેચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભા સહિત કુલ 205થી વધુ લોકો આજે કેસરિયો ધારણ કર્યો. માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનો પણ ભગવો ધારણ કર્યો. મહત્ત્વનું છે કે મહેસાણા જિલ્લાના પૂર્વ કોંગ્રેસપ્રમુખ રાજુભા દરબારનો પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. ત્યારે પક્ષમાં અવગણના અને અસંતોષના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે.

રાજુભાએ જણાવ્યું હતું કે મંદી જ્યારે હતી ત્યારે ચાર વર્ષ કોંગ્રેસ તાલુકા પ્રમુખ તરીકે હું રહ્યો હતો. ત્યાર બાદ કોઈ ફોન ટેપિંગનો મામલો હતો, જેમાં મારો કોઈ રોલ ન હતો તેમ છતાં મેં રાજીનામું આપી દીધું હતું. મને હોદ્દા પરથી દૂર કર્યો હતો. આમ તો રાજીનામું મંજૂર કરવું જોઈએ.

કોંગ્રેસ માટે આખી જિંદગી અમે ભોગ આપ્યોઃ રાજુભા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાલુકા પંચાયતની ચૂંટણી આવી, જેમાં બેચરાજી તાલુકા પંચાયત છેલ્લાં 20 વર્ષથી હું ચલાવતો હતો. કોંગ્રેસકાળમાં ઉપરના નેતાઓના દબાણથી અને રાષ્ટ્રીય કક્ષાના નેતાએ મને ડિસ્ટર્બ કરી નાખ્યો હતો. મારી 3 પેઢી કોંગ્રેસમાં રહી છે. મારા પિતા ધારાસભ્ય હતા તેમજ માતા તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે. કોંગ્રેસ માટે આખી જિંદગી અમે ભોગ આપ્યો છે.

રાજુભા દરબાર
રાજુભા દરબાર

નેતા જયરાજસિંહ પણ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ શકે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે, જેમાં સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાવવા વિપક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નારાજ નેતાઓની લાઈનો લાગવા લાગી છે. એમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રવકતા અને ઉત્તર ગુજરાતના નેતા એવા જયરાજસિંહ પરમારે ભાજપ પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા વચ્ચે મહેસાણા જિલ્લાના 200થી વધુ કોંગ્રેસના આગેવાનો આજે બપોરે ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રમુખ પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરવાના છે. મહેસાણાના કોંગ્રેસના સિનિયર આગેવાનોના પક્ષપલટાને લઈને કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે સૂચક ટ્વીટ કરી રાજકીય ગરમાવો ઊભો કર્યો છે.

જયરાજસિંહ પરમારનું ટ્વીટ.
જયરાજસિંહ પરમારનું ટ્વીટ.

ટ્વિીથી રાજકીય ગરમાવો વધવા લાગ્યો
જયરાજસિંહે ટ્વિટર પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આજે મહેસાણાથી મા બહુચરના આશીર્વાદથી શરૂઆત થશે. તેમણે શાયરી પણ ટ્વીટ કરી હતી કે કિસ કો ફિક્ર હૈ કી કબીલે કા ક્યા હોગા, સબ ઈસ બાત પર લડતે હૈ કી સરદાર કા ક્યા હોગા. તેમણે બીજા ટ્વીટમાં એવું કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશાં સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રિત પક્ષ રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી. પછી સંગઠનનું મહત્ત્વ ક્યાંથી વધે? તેમના આ ટ્વીટથી રાજકીય ગરમી વધવા માંડી છે.

અન્ય સમાચારો પણ છે...