લમ્પી રોગનો ભરડો:મહેસાણા જિલ્લામાં લમ્પીથી વધુ 14 પશુના મોત નિપજ્યાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિસનગર-વિજાપુર તાલુકામાં 3-3 પશુનાં મોત
  • 50 હજાર પશુઓનું રસીકરણ બાકી : પશુપાલન વિભાગ

મહેસાણા જિલ્લામાં લમ્પી વાયરસને લઈ પશુઓના મોતનો સિલસિલો ચાલુ રહેવા પામ્યો છે ત્યારે સોમવારના રોજ જિલ્લામાં આ જીવલેણ વાયરસથી વધુ 14 પશુઓના મોત નિપજ્યા છે. હજુ પણ ઘણાં પશુઓનું રસીકરણ બાકી હોવાનું પશુપાલન વિભાગે જણાવ્યું હતું.

પશુઓ માટે જીવલેણ નીવડેલા લમ્પી વાયરસે મહેસાણા જિલ્લામાં સોમવારના રોજ વધુ 14 પશુઓનો ભોગ લીધો હતો. જેમાં વિસનગર -૩ અને વિજાપુર તાલુકામાં -૩ વડનગર 2, મહેસાણા 2, ખેરાલુ 2 તેમજ ઊંઝા અને જોટાણામાં એક એક પશુનું મોત નીપજ્યું છે.

જ્યારે આ વાયરસથી પશુઓને રક્ષણ આપવા માટે મહેસાણા જિલ્લાના 2.67 લાખ જેટલા પશુઓને અત્યાર સુધી રસીકરણ થઈ ચૂક્યું છે અને અંદાજિત 50 હજાર જેટલા પશુઓનું રસીકરણ બાકી હોવાનું પશુપાલન વિભાગના સૂત્રોએ કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...