મતદાર યાદીમાં સુધારો:મહેસાણા જિલ્લામાં મતદાન મથકો પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 13 હજારથી વધુ ફોર્મ ભરાયા

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21, 27 અને 28 નવેમ્બરે ફરી કાર્યક્રમ યોજાશે

મહેસાણા જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પહેલી નવેમ્બરથી શરૂ કરાયો છે. જેમાં શરૂઆતમાંના દિવસોમાં 1865 મતદાન બુથો પર મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશનું આયોજન કરાયું છે.

મહેસાણા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 1865 બુથો પર 13761 ફોર્મ ભરાયા હતા. જિલ્લાના 10 તાલુકાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોને આવરી લેતી સાત વિધાનસભા બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 8765 નવા નામ નોંધવાના ફોર્મ, નામ કમી કરવાના 2065 ફોર્મ, સરનામા ફેરફારના 2443 ફોર્મ અને બુથ ફેરફાર માટેના 488 ફોર્મ ભરાયા હતા. આ ઝુંબેશમાં આગામી 21 નવેમ્બર 27 નવેમ્બર અને 28 નવેમ્બરના દિવસે ફરી કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...