મહેસાણા જિલ્લામાં પસંદગીના તાલુકામાં બદલી માટે અંદાજે 150 થી વધુ પોલીસ જવાનોએ અરજી કરી છે. જેનું હિયરિંગ SP અચલ ત્યાગી દ્વારા શરૂ કરાયું છે. જેમાં 100 થી વધુ જવાનોની પસંદગીની જગ્યાએ બદલીના ટૂંક સમયમાં ઓર્ડર કરાશે તેમ જાણવા મળ્યું છે.
જિલ્લામાં એક જ પોલીસ સ્ટેશનમાં 3 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ સ્વખર્ચે બદલી માટે અરજી કરી હોય અને 3 વર્ષ કરતા ઓછા સમય થયો હોય તેવા પણ પોલીસ કર્મચારીઓએ પસંદગીની જગ્યાએ બદલી માટે અલગ અલગ કારણોસર અરજી કરી હોય તેનું હિયરિંગ જિલ્લા પોલીસ વડાએ શરૂ કર્યું છે.
છેલ્લા થોડા મહિનાઓમાં બદલી પામેલા કર્મચારીઓના કિસ્સામાં જેન્યુન કારણ હશે તો જ હુકમ થશે તેમ જાણવા મળ્યું છે. જિલ્લા પોલીસ વડા દ્વારા હાલમાં દરરોજના એવરેજ 20 જવાનોના હિયરિંગ શરૂ કરાયા છે. જે પોલીસ જવાનોની બદલી કરાઈ તેમના સંતાનોને મુશ્કેલી ન થાય તે માટે હિયરિંગ પૂરું થતા જ બદલી ના હુકમો કરી દેવાશે તેમ જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.