ચોર કોણ ??:મહેસાણામાં માલ ગોડાઉનમાં આવેલી પેઢીમાં 1 લાખથી વધુ રોકડ રકમની ચોરી, દુકાનના તાળા એકદમ સહી સલામત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાર્ડવેર અને નટ બોલ્ટનો વેપાર કરતી પેઢીમાં ચોરી
  • 14 ડિસેમ્બરની રાત્રે ચોરી થઇ, ફરિયાદ આજે નોંધાઇ

મહેસાણા શહેરમાં માલગોડાઉમાં આવેલી એક પેઢીમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પેઢીના હિસાબના એક લાખથી વધુ નાણા ડ્રોવરમાં મુક્યા હતા. જે બીજા દિવસે તપાસ કરતા ડ્રોવરમાં મુકેલા રોકડ રકમ નજરે ના પડતા આજે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જોકે, દુકાના તાળા સહી સલામત રહેતાં ચોર કોણ તે સવાલ અહિંયા ઉભો થયો છે.

મહેસાણા શહેરમાં માલગોડાઉન રોડ પર આવેલી એસ શંકરલાલ એન્ડ કંપની નામની પેઢીમાં હાર્ડવેર અને નટ બોલ્ટનો વેપાર ધંધો કરતા રમેશ કુમાર પટેલ પોતાના ત્રણ ભાઈઓના ભાગમાં પેઢી ચલાવે છે.

14 ડિસેમ્બરના સાંજે પેઢીમાં વેપાર કર્યા બાદ પેઢીનો હિસાબ કરીને 1 લાખ 7 હજાર 500 રૂપિયા જે બીજા દિવસે વેપારીઓને ચૂકવવાના હતા. જે હિસાબ કરીને પેઢીના ડ્રોવરમાં મૂકી શટર બંધ કરી લોક મારી પોતાના ભાઈઓ સાથે ઘરે ગયા હતા

બીજા દિવસે પોતાના પેઢી પર આવ્યા ત્યારે ઓફિસના ડ્રોવરમાં મુકેલા 1 લાખ 8 હજાર રોકડા નજરે ના પડતા દુકાનમાં તપાસ કરી હતી. જ્યાં દુકાનના લાગેલા તાળા પણ સહીં સલામત જોવા મળ્યા હતા. ક્યાંય તોડફોડ જોવા મળી નહોતી. જેથી આસપાસમાં આ મામલે તપાસ કરી હતી. બાદમાં નાણાં અંગે કોઈ ભાળ ન મળતા આખરે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ચોર કોણ?? ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પેઢીમાં સાંજે પૈસા મૂકી ત્રણ ભાઈઓ પેઢીને લોક મારી પોતાના ઘરે ગયા હતા. જોકે, વહેલી સવારે પેઢી પર આવી ડ્રોવરમાં પૈસા મામલે ખરાઈ કરી એ દરમિયાન એક લાખથી વધુની રકમ ગાયબ હતી. તેમજ પેઢીના શટરમાં લાગેલા તાળા પણ સહીસલામત હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે પેઢીમાં ચોરી કરનાર અંદરનો માણસ છે કે બહારનો એ પોલીસ તપાસ બાદ સામે આવી શકશે.

અન્ય સમાચારો પણ છે...