• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Monsoon 80% Complete With 106% Rainfall In The Season: Record breaking Rainfall In Kheralu In 16 Years And Visnagar Taluk In 12 Years

ભાસ્કર વિશેષ:સિઝનમાં 106 ટકા વરસાદ સાથે ચોમાસુ 80% પૂર્ણ : ખેરાલુમાં 16 વર્ષે અને વિસનગર તાલુકામાં 12 વર્ષે રેકોર્ડબ્રેક વરસાદ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છેલ્લા 15 વર્ષમાં ઓગસ્ટના અંતે અંતે બીજી વખત 30 ઇંચથી વધુ વરસાદ મળ્યો

જિલ્લામાં ચોમાસું સિઝનને 80% સમયગાળો પૂર્ણ થયો છે. આ દરમિયાન જિલ્લામાં કુલ 724 મીમી વરસાદની જરૂરીયાત સામે 771 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. એટલે કે, 106.49% વરસાદ થઇ ચૂક્યો છે. ચોમાસું પૂર્ણ થવાને હજુ 25 દિવસનો સમય બાકી છે ત્યાં તો જિલ્લાના 10 તાલુકા પૈકી 6 તાલુકામાં સિઝનનો 100% વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ 143.10% વરસાદ સતલાસણામાં, જ્યારે સૌથી ઓછો 80.32% વરસાદ ઊંઝામાં થઇ ચૂક્યો છે.

છેલ્લા 15 વર્ષમાં ઓગસ્ટ અંતે વરસાદની સ્થિતિ જોઇએ તો, ચાલુ સિઝનમાં સરેરાશ 30 ઇંચથી વધુ વરસાદ 15 વર્ષમાં બીજી વખત સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. વર્ષ 2017 માં ઓગસ્ટ અંતે 32 ઇંચ વરસાદ 15 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ રહ્યો છે.

બીજી બાજુ હજુ ચોમાસુ પૂર્ણ થયુ નથી ત્યાં તો ખેરાલુમાં 16 વર્ષે અને વિસનગરમાં 12 વર્ષે રેકોર્ડબ્રેક વરસાદ વરસી ચૂક્યો છે. ખેરાલુમાં વર્ષ 2007 માં 971 મીમી વરસાદના 16 વર્ષ બાદ ચાલુ સિઝને 713 મીમી વરસાદ નોંધાયો છે. વિસનગરમાં વર્ષ 2011 ના 855 મીમી વરસાદના 12 વર્ષ બાદ ચાલુ સિઝનમાં 605 મીમી વરસાદ નોંધાયો છે.

ઓગસ્ટ અંતે સિઝનનો વરસાદ

તાલુકોઅંદાજવરસ્યોટકાવારી
બહુચરાજી678811119.62%
જોટાણા753778103.32%
કડી81272088.67%
ખેરાલુ679713105.01%
મહેસાણા780892114.36%
સતલાસણા7541079143.10%
ઊંઝા75260480.32%
વડનગર64357188.80%
વિજાપુર802936116.71%
વિસનગર66260591.39%
સરેરાશ724771106.49%

15 વર્ષમાં ઓગસ્ટના અંતે જિલ્લામાં કુલ વરસાદની સ્થિતિ

વર્ષ

વરસાદ

(મીમી/ઇંચ)
2008539-21.56
2009451-18.04
2010685-27.4
2011566-22.64
2012247-9.88
2013608-24.32
2014424-16.96
2015639-25.56
2016390-15.6
2017802-32.08
2018247-9.88
2019506-20.24
2020738-29.52
2021283-11.32
2022771-30.84

​​​​​​​

​​​​​​​ધરોઇની સપાટી 621 ફૂટે પહોંચી
81,314 કરોડ લિટર અને 622 ફૂટની ક્ષમતા ધરાવતાં ધરોઇ ડેમમાં છેલ્લા 60 દિવસથી સતત પાણીની આવક ચાલુ રહી છે. જેના કારણે 1 સપ્ટેમ્બરની સાંજે 5 કલાકની સ્થિતિએ ડેમમાં 621 ફૂટની સપાટીએ 78068 કરોડ લિટર પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. એટલે કે, ડેમમાં 96.01% પાણીનો જથ્થો છે. આ દરમિયાન ડેમમાં 10977 ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી. જ્યારે 10337 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં તેમજ 640 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...