તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજમાં બેદરકારી:વિજાપુરમાં જુગારધામ પર મોનીટરીંગ સેલના દરોડાનો મામલો, ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ, ઈન્ચાર્જ પીઆઈની બદલી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડોમાં 14 લોકોને ઝડપી પાડ્યા હતા

મહેસાણાના વિજાપુરમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગારધામ પર પડાયેલા દરોડા પાડ ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ અને ઈન્ચાર્જ પીઆઈની બદલી કરી દેવામા આવી છે.

વિજાપુર શહેર વિસ્તારમાં કુમાર શાળા ની સામે સનરાઈઝ બિઝનેશ સેન્ટર ના કોમ્પ્લેક્ષ પાસે વિસનગર જવા માટેના સ્ટેન્ડની પાછળ મોનીટરીંગ સેલ ગાંધીનગર ના અધિકારી આઈડી વાઘેલા દ્વારા શહેર માં નટવરસિંહના ચાલતા જુગારના અડ્ડા ઉપર રેડ પાડી હતી જેમાં 14 લોકોને 55350/-ની રોકડ રકમ સાથે કુલ 179350/- નો મુદ્દામાલ જપ્ત કરી કોલીટી કેસ બન્યો હતો.

જેને લઇને શહેર માં પોલીસ ની નિષ્ક્રિયતા બહાર આવતા જીલ્લા પોલીસ વડા ડો પાર્થ રાજ સિંહજી ગોહિલે આકરો નીર્ણય લઈ ઇન્ચાર્જ પીઆઇ આરજી ચૌધરી ની બદલી કરીને ચાર પોલીસ કર્મીઓ નિમિષા બેન અશોકભાઈ એએસઆઈ તથા રીતેશભાઈ વાલજી ભાઇ હેડ કોન્સ્ટેબલ બીટ જમાદાર તથા ભવાનજી વિઠાજી ડી સ્ટાફ પોલીસ કોન્સ્ટેબલ તેમજ ગોવિંદજી દશરથજી કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરી બુટલેગરો તેમજ અસામાજીક તત્વો ને છોડીને નિર્દોષ લોકો ઉપર ઘોસ જમાવતા પોલીસ કર્મીઓ દાખલો બેસાડી જીલ્લા માં થઈ રહેલા અસામાજીક તત્વો ઉપર અંકુશ ના આદેશો નો પાલન કરવો તેવું આકરા ઓર્ડર દ્વારા પોલીસ કર્મીઓ ને જણાવી દેવાયું છે.

જોકે છેલ્લા ઘણા વર્ષ થી નટવર સિંહ જુગાર ચલાવતો હોવાનું તેમજ જુગાર સહિત પ્રોહીબિશન ના વીસ કેસો નોંધાયેલ હોવા છતાં જુગાર નો અડ્ડો ચાલતો હોવાનો પ્રશ્ન એ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા માં આવતા પોલીસ બેડા માં ભારે હલચલ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...