ખેડૂતો ચિંતામાં:માવઠાંને લઇ તમામ પાકોમાં મોલો મચ્છીનો સહિત રોગ-જીવાતનો ઉપદ્રવ વધશે

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઉ.ગુ.ના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા

વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને 2 સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુરૂવારે ઉત્તર ગુજરાતના 25 તાલુકામાં 1 મીમીથી લઇ 4 મીમી સુધીના વરસાદ નોંધાયો હતો. સાથે અનેક વિસ્તારોમાં વરસાદની ઝરમર રહી હતી. ઉલ્લેખનીય છે કે, દિવસ દરમિયાન પણ હવામાં ભેજનું પ્રમાણ 92%થી વધુ રહેવાના કારણે વિજીલીબીટી 1 કિલોમીટરની રહી હતી.

ખેરવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.આર.એ.પટેલે જણાવ્યું હતું કે, માવઠાંને લઇ તમામ પાકોમાં મોલો મચ્છીનો ઉપદ્રવ વધશે. જેમાં સૌથી મોટું નુક્સાન કાળીયા રોગના કારણે જીરૂના પાકને થશે. વરીયાળીમાં ચરમી,સાકરીયો, ઇસબગુલમાં મોલો મચ્છી, બટાટા પાકમાં સુકારા, રાઇમાં ભુકી છારો અને મોલો રોગ લાગી શકે છે. આ તમામ રોગ આગામી 3 દિવસમાં દેખા દેશે.

અન્ય સમાચારો પણ છે...