તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:યોગ્ય સારવાર નહીં કરી હોવાનું કહી મોઢેરાના તબીબ પર હુમલો કરી લૂંટ

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીના પતિ સહિત 4 શખ્સોએ માર મારી ક્લિનિકમાં તોડફોડ કરી
  • રૂ.25 હજાર રોકડ અને મોબાઇલ સહિત રૂ. 68 હજારની મત્તા લૂંટી ફરાર

બહુચરાજી તાલુકાના મોઢેરા ગામે દર્દીની યોગ્ય સારવાર નહીં કરી હોવાનું કહી દર્દીના પતિ સહિત ચાર શખ્સોએ ડૉ. રિતેષ પટેલ પર હુમલો કરી રોકડ રકમ, મોબાઈલ સહિત રૂ.68 હજારની મત્તાની લૂંટ કરી ભાગી ગયા હોવાની ફરિયાદ મોઢેરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

મોઢેરા બસ સ્ટેન્ડ પાસે મૂળ સાબરકાંઠાના વડાવી કંપાના ડૉ. રિતેષ માવજીભાઈ પટેલ સાડા ત્રણ વર્ષથી પાવન ક્લિનિક ચલાવે છે. તેઓ શનિવારે રાત્રે ક્લિનિકમાં હાજર હતા, તે સમયે મોઢેરાનો વિનોદ દેવીપૂજક, તેનો ભાઈ પ્રકાશ, વિનોદની પત્ની અને એક અજાણ્યો માણસ આવ્યો હતો અને વિનોદ દેવીપૂજકે તેના ભાઈ પ્રકાશની પત્ની કાજલની યોગ્ય સારવાર નહીં કરી હોવાનો આક્ષેપ કરી બોલાચાલી શરૂ કરી હતી. તબીબે ગાળો બોલવાની ના પાડતાં મોઢા ઉપર મુક્કો મારી, ગડદાપાટુનો માર માર્યો હતો.

તેમજ તબીબના હાથમાંથી રૂ. 43 હજારનો મોબાઈલ ફોન તેમજ ડ્રોવરમાં પડેલું રૂ.25 હજારની રોકડ રકમ ભરેલુ પાકીટ ઝુંટવી ક્લિનિકમાં તોડફોડ કરી હતી. તબીબે બૂમાબૂમ કરતાં આજુબાજુની દુકાનોના વેપારીઓ આવી જતાં આ શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યારે તબીબને વધુ સારવાર માટે મહેસાણા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મોઢેરા પોલીસે વિનોદ દેવીપૂજક સહિત ચાર સામે લૂંટ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...