તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોઢેરા પોલીસે પીછો કરી રૂ.1.84 લાખનો દારૂ ભરેલી ગાડી પકડી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુજાણપુરા પાસે આંતરી જોટાણાના 2 શખ્સોને દબોચ્યા
  • કુલ રૂ.5.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

મોઢેરા પોલીસે નર્મદા કેનાલ પરથી પસાર થતી દારૂ ભરેલી ગાડીનો પીછો કરી સુજાણપુરા ગામમાંથી આંતરી હાથ ધરેલી તપાસમાં ગાડીમાંથી રૂ.1.84 લાખનો 885 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે જોટાણાના કટોસણ ઉદપુરાના બે શખ્સોને દારૂ, ગાડી સહિત રૂ.5.37 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. મોઢેરા નર્મદા કેનાલ ઉપરથી સ્વીફ્ટ ગાડી (જીજે 02 સીએલ 0815)માં દારૂ ભરી નીકળી હોવાની બાતમી મળતાં મોઢેરા પોલીસે વોચ ગોઠવી હતી.

આ દરમ્યાન સ્વીફ્ટ ગાડી મોઢેરા બાજુથી બહુચરાજી રોડ ઉપર આવતી હોઇ ટોર્ચથી ગાડી થોભાવવા પોલીસે ઇશારો કરતાં ચાલકે કેનાલના સર્વિસ રોડ ઉપર ગાડી ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરી મોઢેશ્વર મહાદેવના મંદિર થઇ સુજાણપુરા ગામની પ્રાથમિક શાળા પાસે આંતરી હતી. પોલીસે ગાડીમાં બેઠેલા જોટાણા તાલુકાના કટોસણના લતીફ ઉર્ફે રિજવાન કનુભાઇ મીર અને ચંદ્રસિંહ ઉર્ફે જાડો વનરાસિંહ ઝાલાને પકડી દારૂ તથા રૂ.3.50 લાખની ગાડી મળી કુલ રૂ. 5,37,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...