તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:આગામી 48 કલાક ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં ઝાપટું પડ્યું, સાબરકાંઠાના વડાલીમાં 6, ઇડરમાં 3 અને અરવલ્લીના માલપુરમાં 1 મીમી વરસ્યો

ઉત્તર ગુજરાતમાં શુક્રવારે ફરી એકવાર વરસાદી માહોલ બંધાયો હતો. જેમાં સાબરકાંઠાના 2 અને અરવલ્લીના 1 તાલુકામાં હળવો વરસાદ તેમજ મહેસાણામાં ઝાપટું પડ્યું હતું. હવામાન વિભાગ મુજબ, આગામી 48 કલાક સુધી ઉ.ગુ.માં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા બની છે.

દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. જે અંતર્ગત બપોરે 2 વાગ્યા બાદ પવન સાથે વાદળો છવાતાં સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં 6 મીમી અને ઇડરમાં 3 મીમી તેમજ અરવલ્લીના માલપુરમાં 1 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે મહેસાણા સહિતના છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતાં ઉકળાટથી છુટકારો મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...