તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:મહેસાણામાં મોડલ સરકારી પ્રાથ. શાળાને ફાયર સિસ્ટમમાં બે લાખનો એસ્ટીમેટ આવતાં અવઢવ

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે થી ત્રણ માળની શાળામાં અગ્નિશામક યંત્રની બોટલ જ નહી, હોઝરીલ સિસ્ટમ,એલાર્મ જરૂરી

મહેસાણા શહેરમાં શાળાઓ અને હોસ્પિટલોમાં નેશનલ બિલ્ડીંગ કોડ મુજબ ફાયર સિસ્ટમ લગાવી જરૂરી ડોક્યુેમન્ટ સાથે એનઓસી માટે અરજી સુચવતાં ઘણી શાળા અને હોસ્પિટલોએ દસ્તાવેજો સાથે પાલિકામાં અરજી કરી છે,હજુ અરજીઓ લેવાઇ રહી છે.જોકે આ દરમ્યાન એક કરતાં વધુ માળ ધરાવતી સરકારી શાળાઓએ એજન્સી રાહે પૃચ્છા કરતાં નિયમ મુજબની ફાયર સિસ્ટમ પાછળ રૂ. બે લાખનો એસ્ટીમેટ આવતાં જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી સાથે પરામર્શમાં લાગ્યા છે.

મહેસાણા શહેરમાં હૈદરીચોક ખાતે આવેલી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સરકારી મોડલ સ્કુલ નં.-1 નું મકાન અદ્યતન ત્રણ માળનું છે.આ શાળાના બિલ્ડીંગમાં ફાયર એક્સીગ્યુશન(બોટલ) 15 લગાવેલા છે અને આ સુવિધા સાથે સુચિત ડોક્યુમેન્ટ સાથે પાલિકામાં ફાયર એનઓસી માટે તજવીજ શરૂ કરી છે.

જોકે બહુમાળી શાળા બિલ્ડીંગ હોઇ ફાયર એક્સીગ્યુશન, ફાયર એલાર્મ અને હોજરીલ(પાઇપલાઇન)ની વ્યવસ્થા જરૂરી હોવાનું માર્ગદર્શન મળતાં શાળા તંત્રએ એજન્સીરાહે ખર્ચ પૂછતાં અંદાજે બે લાખ સુચાવયો છે.જેને પગલે શાળા આચાર્યએ ટીપીઓ અને ડીપીઓ સાથે આ બાબતે પરામર્શ કરાયો છે. હવે ગ્રાન્ટ માટે દરખાસ્ત શિક્ષણ વિભાગમાં થાય અને મંજૂરી મળે પછી નિયમ મુબજની ફાયર સિસ્ટમ લાગી શકે તેવો ઘાટ સર્જાયો છે.

મહેસાણા નગર પાલિકાના ફાયર ઇન્સપેક્ટર હરેશભાઇ પટેલે કહ્યુ કે,બે-ત્રણ માળની શાળા હોય તો સામાન્ય રીતે ફાયર એક્સીગ્યુશન, હોજરીલ અને ફાયર એલાર્મ સિસ્ટમ કરવી પડે.જોકે નેશનલ બિલ્ડીંગ કોડ મુજબ બિલ્ડીગના સ્ટક્રચર મુજબ ફાયર સિસ્ટમ લગાવવાની થતી હોય છે.જે સ્થળ ચકાસણી પછી સ્પષ્ટ થાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો