તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:MLA જિજ્ઞેશ મેવાણી, NCP નેતા રેશ્મા પટેલ સહિત 10 સામે ત્હોમતનામું ઘડાયું

મહેસાણા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણામાં 2017માં બિન પરવાનગી રેલી કાઢી જાહેરનામા ભંગ મામલે
 • કેસ ચલાવવા 20 એપ્રિલની મુદત, કનૈયાકુમારનો કેસ અલગથી ચલાવવા કોર્ટનો હુકમ

મહેસાણા શહેરમાં વર્ષ 2017માં પરવાનગી વગર આઝાદીકૂચ રેલી કાઢતા વડગામ ધારાસભ્ય જિજ્ઞેેશ મેવાણી, એનસીપી નેતા રેશ્મા પટેલ, કનૈયાકુમાર સહિત 17 વિરુદ્ધ ફરિયાદ બાદ પોલીસે 12 સામે ચાર્જશીટ કરી હતી.જેમાં સોમવારે બીજા એડી. સિનિયર સિવિલ જજ એન્ડ એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.એ. પરમારની કોર્ટમાં 10 આરોપી હાજર થયા હતા. જેમાં જિજ્ઞેેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 આરોપી સામે ત્હોમતનામું ઘડાયું હતું.

ચાર્જફ્રેમ થયા બાદ કેસ ચલાવવા 20 એપ્રિલની મુદત આપી છે. રેશ્મા પટેલના વકીલ એમ.એન. મલીકે કહ્યું કે, 12 આરોપી સામે પોલીસે ચાર્જશીટ કરી હતી, જેમાં 10 આરોપી સામે ચાર્જફ્રેમ થયો છે. એક લાલજીભાઇ પાસગભાઇ મહેરીયા મૈયત થયા છે. જ્યારે કનૈયાકુમારને સમન્સની બજવણી થઇ નથી તેમની વિરુદ્ધ કલમ 299 મુજબ કેસ અલગ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે.

17 સામે ફરિયાદમાંથી 12ના જ ચાર્જશીટમાં નામ, તપાસમાં છીંડા : ધારાસભ્ય જિજ્ઞેેશ મેવાણીએ કહ્યું કે, આઝાદી કૂચ રેલી બાબતે 17 સામે ફરિયાદ થયેલી તેમાંથી 12ના નામ ચાર્જશીટમાં છે, બાકી નથી. આ ઉપરાંત પણ પોલીસ તપાસમાં છીંડા છે. દલિતોને અન્યાયના વિરુદ્ધમાં આઝાદી કૂચ રેલીની પોલીસ પરવાનગી માંગી આયોજન કર્યું હતું પણ ગાંધીનગરમાં રમાયેલા ગણિતના ભાગરૂપે અચાનક છેલ્લી ઘડીએ પરમિશન રદ કરી દેવામાં આવી. જેથી આંદોલનકારીઓ ઉપર ગુનો દાખલ થાય. અમે નિર્દોષ હોવાથી આગળ જતાં કેસમાંથી નામ કમી માટે અરજી કરવાના છીએ.

આ 10 સામે ચાર્જફ્રેમ થયો
કૌશિક બાબુલાલ પરમાર બાલિયાસણ
રમુભાઇ શીવાભાઇ પરમાર મહેસાણા
ખોડીદાસ ઇશ્વરદાસ ચૌહાણ મહેસાણા
ગૌતમ લાલજીભાઇ શ્રીમાળી મહેસાણા
કપીલભાઇ ગૌતમભાઇ શાહ મહેસાણા
અરવિંદ દલપતભાઇ પરમાર મહેસાણા
જોઇતારામ સોમાભાઇ પરમાર અમદાવાદ
રેશ્મા વિઠ્ઠલભાઇ પટેલ અમદાવાદ
સુબોધ બળદેવભાઇ પરમાર લીંચ
જીગ્નેશ નટવરલાલ મેવાણી અમદાવાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો