તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

33 સેન્ટર ઘટાડતાં ધસારો વધ્યો:મહેસાણામાં સતત ત્રીજા દિવસે રસી ખૂટી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં શક્તિ ગ્રાઉન્ડ પુસ્તકાલય સેન્ટર ખાતે રવિવારે વેક્સિન ખૂટી પડતાં ઉપસ્થિત લોકોએ સ્થાનિક સદસ્યો સામે બળાપો ઠાલવ્યો હતો. - Divya Bhaskar
મહેસાણામાં શક્તિ ગ્રાઉન્ડ પુસ્તકાલય સેન્ટર ખાતે રવિવારે વેક્સિન ખૂટી પડતાં ઉપસ્થિત લોકોએ સ્થાનિક સદસ્યો સામે બળાપો ઠાલવ્યો હતો.
  • મહાશક્તિ ગ્રાઉન્ડમાં 40 ડોઝ સામે 100થી વધુ લોકો આવતાં હોબાળો
  • જિલ્લામાં રવિવારે 13,350ના લક્ષાંક સામે 9016 લોકોએ રસી લેતાં 67.53 ટકા રસીકરણ થયું

મહેસાણા જિલ્લામાં શનિવારે 122 સેન્ટર પર રસી અપાયા બાદ રવિવારે આ સેન્ટરો ઘટાડીને 89 કરી દેવાયા હતા. આમ છતાં મહેસાણા શહેરમાં સતત ત્રીજા દિવસે રસી ખૂટવાની બૂમો પડી હતી. સિવિલ હોસ્પિટલ, મહાશક્તિ ગ્રાઉન્ડ પુસ્તકાલય સહિતના સેન્ટરોમાં વેક્સિનના ડોઝ સામે વધુ લોકો આવતાં રસી ખૂટી પડી હતી, જેને લઇ લોકોએ ધક્કો ખાવો પડતાં રોષ વ્યક્ત કર્યો હતો.

જિલ્લામાં રવિવારે 89 સાઇટ પર 18 થી 44 વયમાં 8900 અને 45+ માટે 4450 ડોઝ વેક્સિન ફાળવાઇ હતી. જેમાં 18 થી 44 વયજૂથના 5637 અને 45થી વધુ વયના 3379 મળી કુલ 9016 લોકોએ રસી લીધી હતી, એટલે કે 67.53 ટકા રસીકરણ થયું હતું. મહેસાણા તાલુકામાં કોવિશિલ્ડ 1000 અને કોવેક્સિન 1200 ડોઝ ફાળવાયા હોઇ ઘણા સેન્ટરોમાં વેક્સિન બપોરે પૂરી થઇ જતાં લાઇનમાં બાકી રહીશોને પરત ફરવું પડયંુ હતું. મહેસાણા સિવિલ હોસ્પિટલના પ્રથમ માળે બપોરે 11.45 વાગે 100 માંથી માંડ 20 ડોઝ રહ્યા હતા અને બહાર લાઇનમાં ઘણા લોકો વેક્સિન લેવા બેઠા હતા.

જ્યાં ડોઝ પ્રમાણે લાઇનમાં બેસો,બાકી આવતીકાલે આવજો તેમ સુચવાતા ઘણા પરત ફર્યા હતા. નાનીદાઉથી વેક્સિન લેવા આવેલ લવસીંહ વાઘેલાએ કહ્યુ કે, સવારે 8 વાગ્યાના વેક્સિન લેવા આવ્યા છીએ ત્યારે હવે બપોરે નંબર આવી રહ્યો છે.પરા પંખીઘર અને માનવઆશ્રમ સેન્ટરમાં વેક્સિનના 100 થી વધુ ડોઝ ફાળવાયા હતા,જ્યાં સવારથી વેક્સિન લેવા લાઇન લાગી હતી. વોર્ડ નં.-6માં મહાશક્તિ ગ્રાઉન્ડ પુસ્તકાલયમાં કોવિશિલ્ડના 40 અને કોવેક્સિનના 40 ફોઝ આવ્યા હતા.

જ્યાં કોવિશિલ્ડ બીજા ડોઝ માટે ઘણો ઘસારો હતો.100 થી વધુ લોકોની ભીડ જામી હતી.આ દરમ્યાન ડોઝ પુરા થતાં કલાકો રાહ જોઇ બેઠેલ મહિલા સહિત લોકોએ બળાપો ઠાળવ્યો હતો.લાઇનમાં હોવા છતાં વેક્સિન ન મળ્યા અંગે આક્રોશ વ્યકત કર્યો હતો.જ્યાં ઉપસ્થીત વિસ્તારના કોર્પોરેટર કિર્તિભાઇ પટેલ, પ્રો.રમેશભાઇ પટેલ વગેરેએ લોકોનો ગુસ્સો શાંત કર્યો હતો.કોર્પોરેટર કિર્તીભાઇ પટેલે કહ્યુ કે, 40 ડોઝ હતા અને વેક્સિન લેનાર વધુ હતા, હવે ડોઝ હોય એ પ્રમાણે મળી શકે,બપોરે એકાદ વાગ્યે સ્ટોક પુરો થઇ ગયો હતો,ત્યાં કેટલાક લોકો વેક્સિનમાં બાકી રહેતા સામાન્ય બોલચાલ કરતાં હતા.

અહિયા ટોકન અપાય તે મુજબ વેક્સિન ક્રમમાં અપાય છે.પ્રો.રમેશભાઇ પટેલે કહ્યુ કે, કોવિશિલ્ડ વેક્સિનના 40 ડોઝ સામે 100 થી વધુ લોકોનો ઘસારો હતો,વેક્સિન ઓછી આવી હતી.જેમાં કેટલાક ઉભરો ઠાલવતા હતા,બાકી કંઇ નહોતું.

અન્ય સમાચારો પણ છે...