તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની કામગીરી:મહેસાણામાં નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મદદથી મુસાફરની ખોવાયેલી બેગ શોધી પરત કરાઈ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુળ ઉત્તરાખંડથી આવેલા વ્યક્તિને તેનો સામાન પોલીસની મદદથી પરત મળ્યો

મહેસાણા જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જિલ્લામાં કાયદો-વ્યવસ્થા અને ગુનાહિત પ્રવુતિને અટકાવવા આ કમાન્ડ કન્ટ્રોલ રૂમમાંથી જિલ્લામાં લાગેલા cctv કેમેરાની મદદથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવે છે. જેમાં આ કમાન્ડ કંટ્રોલ રૂમ દ્વારા અનેક વાર મુસાફરોના ખોવાયેલા સમાન પણ શોધી આપવામાં આવ્યા છે. જ્યારે ફરીવાર આ નેત્રમ કમાન્ડ કન્ટ્રોલની મદદથી મુસાફરની ખોવાયેલી બેગ શોધી પરત કરાઈ છે.

મુળ ઉત્તરાખંડથી અને હાલ બેચરાજીની તદુર હોટેલથી મહેસાણાં આવેલા ઉમેશસિંહ રતનસિંહ બૌહરા નામનો વ્યક્તિ મહેસાણા શહેરમાં આવેલા ડી-માર્ટ સર્કલથી રિક્ષામાં બેસીને હેડરી ચોક પાસે આવ્યો હતો. જ્યાં તે જમવા માટે ગયો હતો એ દરમિયાન પોતાની બેગ અને સમાન રીક્ષાના પાછળના ભાગે મુક્યો હતો અને રિક્ષા માંથી ઉતરવાના સમયે પોતાનો બેગ અને સામાન ભૂલી ગયો હતો.

પોતાનો માલ સમાન ના મળતા ઉમેશસિંહે પોલીસની મદદ લીધી હતી. જેમાં મહેસાણા નેત્રમ કમાન્ડ કંટ્રોલના નોડલ ઓફિસર ભક્તિબા ડાભીએ કમાન્ડ કન્ટ્રોલ રૂમની ટીમને આ મામલે જાણ કરાતા PSI જોશી અને તેમના સ્ટાફ દ્વારા સહેરમાં લાગેલા cctv કેમેરા ચેક કર્યા હતા. જે બાદ સમાન ભૂલી જનાર વ્યક્તિ જે રિક્ષામાં બેઠો હતો તે (HJ-02-YY-6537)નંબરની રિક્ષાને કમાન્ડ કન્ટ્રોલની ટીમે શોધી કાઢી હતી અને રિક્ષા મલિક કાનજીભાઈ પ્રજાપતિનું એડ્રેશ અને સંપર્ક કરી પોલીસે રિક્ષામાં ભુલાઈ ગયેલી બેગ અને પાંચ હજાર રૂપિયાનો સમાન ઉમેશસિંહ નામના વ્યક્તિને પાછો સોંપવામાં આવ્યો હતો. આમ મહેસાણા જિલ્લા નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલની ટીમે વધુ એક વાર cctvની મદદથી ખોવાયેલો માલ સમાન શોધી કાઢવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...