તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ખેરપુરમાંથી બાળકી ગુમ, અપહરણનો ગુનો નોંધાયો

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પોલીસે નિવેદન લઇ શકમંદોની પૂછપરછ કરી

કડી તાલુકાના ખેરપુર ગામની 11 વર્ષની બાળકી ગુમ થતાં નંદાસણ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પતિ સાથે અણબણ થતાં 1 વર્ષથી ભગવતીબેન મંગાજી દંતાણી તેમની પુત્રીને લઇ ખેરપુરમાં માતાની સાથે રહેતા હતા. ભગવતીબેન મજૂરીકામે જાય ત્યારે તેમની 11 વર્ષની પુત્રીની સંભાળ તેના દાદી રાખતા હતા. ચાર દિવસ અગાઉ પરિવારની ગેરહાજરીમાં સવારે કોઇને જાણ કર્યા વિના ગુમ થતાં શોધખોળ હાથ ધરાઇ હતી. આ અંગે કડી પહોંચેલા ડીવાયએસપી રુહી પાયલાને માહીતી મળતાં નંદાસણ પોલીસને ફરિયાદ દાખલ કરવા સૂચના આપી હતી.

જેને આધારે 11 વર્ષની બાળકીના અપહરણનો ગુનો નોંધાયો છે. પોલીસે પરિવારની સાથે આસપાસ રહેતાના નિવેદન તેમજ શકમંદોના સીડીઆર મેળવી તે દિશામાં તપાસ લંબાવી છે. ભગવતીબેનના ભાઇ વિરુદ્ધ નોંધાયેલી પોક્સોની ફરિયાદ અંતર્ગત તે એક વર્ષ જેલમાં જઇ આવ્યો છે. ત્યારે તેના સામેના પક્ષના લોકો બાળકીને હેરાન કરતા હોવાની ફરિયાદ લઇને ભગવતીબેન ચાઇલ્ડ લાઇનમાં ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો