ચાર મહિનામાં બીજી ચોરી:બેચરાજીના આદિવાડા નજીક આવેલા મંદિરમાંથી તસ્કરો CCTV કેમેરા અને DVR ઉઠાવી ગયા

મહેસાણા25 દિવસ પહેલા

મહેસાણા જિલ્લામાં બેચરાજી તાલુકાના આદિવાડા ગામની સીમમાં આવેલા પ્રદા માતાજીના મંદિરમાં અજાણ્યા કોઈ તસ્કરો ચોરી કરવાના ઇરાદે ઘૂસી મંદિરમાં રહેલા CCTV કેમેરા અને DVR ચોરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે બેચરાજી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ચોરી ઉપરાંત નુકસાન પણ કર્યું
બેચરાજી તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આદિવાડા ગામની સીમમાં આવેલાં પ્રદા માતાજીના મંદિરમાં રાત્રી દરમિયાન અજાણ્યા ઈસમો ચોરી કરવાના ઇરાદે મંદિરમાં ઘૂસ્યા હતા. તેમજ મંદિરની આગળ લોખંડની દાન પેટીના દરવાજાનું તાળું અને લોખંડની જાળી તોડી પ્રવેશ કર્યો હતો. મંદિરમાં ફીટ કરેલા DVR જેની કિંમત 10 હજાર, હાર્ડ ડિસ્ક જેની કિંમત 8500, મોનિટર મળી કુલ 23 હજાર 500ના મુદ્દામાલની ચોરી કરી હતી. તેમજ તોડફોડ કરી 10 હજાર 200નું નુકસાન કરી ફરાર થઈ ગયા હતા.

4 માસ અગાઉ પણ ચોરી થઇ હતી
ઘટનાની જાણ ગામ લોકોને થતા મંદિરના ટ્રસ્ટીને જાણ કરવામાં આવી હતી. તેમજ પોલીસને જાણ કરતા પોલીસ પણ તપાસ અર્થે દોડી આવી હતી. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે 4 માસ અગાઉ પણ મંદિરમાં ચોરી થઈ હોવાની વિગતો સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...