ચોરી:મહેસાણાના માકણજની હાઇસ્કુલમાં તસ્કરો બારી તોડી બે કોમ્પ્યુટર ચોરી કરી રફુચક્કર

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 54 હજારના મુદ્દામાલ ની ચોરી

મહેસાણા નજીક આવેલા માકણાજ ગામની હાઈસ્કૂલમાં અજાણ્યા ઈસમો બારી બારણા તોડી શાળામાંથી બે કોમ્પ્યુટર ચોરી જવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે શાળાના આચાર્યએ સાંતલપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા નજીક આવેલ માકણજ ગામમાં આવેલ શ્રી મેનાબા અંબાલાલ હાઇસ્કુલમાં અજાણ્યા કોઈ ઈસમોએ કોમ્પ્યુટર રૂમની બારીની લોખંડની એંગલ તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો.બાદમાં HCL કંપનીના 2 કોમ્પ્યુટર જેની કિંમત 24,000 અને એલ જી કમ્પનીનું એલ સી ડી ટીવી જેની કિંમત 30 હજાર મળી કુલ 54 હજારના મત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર મામલે હાઇસ્કુલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દોલાજી ઠાકોરે સાંથલ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...