તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સીડોસણ અને મોઢેરામાં નજીવી બાબતે હુમલો, 3ને ગંભીર ઇજા, 5 સામે ફરિયાદ

મહેસાણા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સીડોસણ ગામમાં ઘર આગળ રસ્તેથી અવરજવર બાબતે ઝઘડો
 • મોઢેરા ગામમાં ખેતરમાં મજૂરીકામે નહીં બોલાવતાં કોદાળી મારી

મહેસાણા તાલુકાના સીડોસણ ગામે ઘર આગળના રસ્તા પરથી અવરજવર કરવા બાબતે, જ્યારે મોઢેરામાં ખેતરમાં મજૂરીકામે નહીં બોલાવતાં ખેડૂત પર હુમલો કરાયો હતો. જેમાં કુલ 3 જણાને ઇજા થઇ હતી. આ મામલે 5 શખ્સો સામે બે અલગ અલગ ફરિયાદ નોંધાઇ છે. સીડોસણ ગામે ભાણાવાડા વાસમાં રહેતા સુરેખાબેન જીતુજી ઠાકોરને 16 ફેબ્રુઆરીએ તેમના વિસ્તારમાં રહેતો હીરાજી ઠાકોરે તેમના ઘર આગળ આવી હવે પછી તમે બધા અમારા ઘર આગળ રસ્તામાંથી નીકળતા નહીં તેમ કહી અપશબ્દો બોલી લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. માથામાં ઇજા થતાં મહિલાએ મચાવેલી બૂમો સાંભળીને દોડી ગયેલા મહિલાના દિયર છનાજી ઠાકોરને પણ આંખના ડોઘાના ભાગે ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત મહિલાએ સારવાર લીધા બાદ સિધ્ધરાજ હીરાજી ઠાકોર, જયસિંહ હીરાજી ઠાકોર, બાબુજી રામાજી ઠાકોર અને હીરાજી રામાજી ઠાકોર સામે ગુનો નોંધાવ્યો હતો.

જ્યારે મોઢેરામાં પથુપરા વાસમાં રહેતા લીલાજી મોહનજી ઠાકોરે ગામ તલાવડી નજીક બાબુભાઇ પટેલના ખેતરમાં રાયડો કાઢવાનું કામ કરાવી રહ્યા હતા, ત્યારે ભાવેશ બાબુભાઇ રાવળ આવીને અમારે મજૂર તરીકે આવવાનું હતું, કેમ બોલાવ્યા નહીં તેમ કહી બોલાચાલી કરી ખેતરમાં પડેલી કોદારી વડે હુમલો કર્યો હતો. જેમાં લીલાજીને માથા અને ખભાના ભાગે ઇજા થતાં મહેસાણા સિવિલમાં ખસેડ્યા હતા. જે અંગે મોઢેરા પોલીસમાં ભાવેશ બાબુભાઇ રાવળ સામે ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો