લાખોની ઉચાપત:વિજાપુરના કણભા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીએ 13 લાખથી વધુની ઉચાપત કરી ,ફરિયાદ દાખલ

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલગ અલગ સમયે લાખો રૂપિયાની કરી ઉચાપત

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા કણભા ગામમાં આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઉચાપત મામલે ડેરીના મંત્રી સામે વિજાપુર પોલીસ મથકમાં લાખો રૂપિયા ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

વિજાપુર તાલુકામાં આવેલ કણભા ગામમાં આવેલ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં મંત્રી તરીકે ગોસ્વામી રાજેશગીરી મંગલગીરીએ અલગ અલગ સમયે લાખો રૂપિયાની ઉંચાપત કરી હોવાની વિગતો સામે આવી છે. જેમાં મંત્રીએ પોતાના કાર્યકાળ દરમિયાન 30 નવેમ્બર 2020 થી 31 ડિસેમ્બર 2021 સુધીમાં રૂપિયા 1 લાખ 50 હજારની હંગામી ઉચાપત કરી હતી. બાદમાં 31 ફેબ્રુઆરી 2021ના રોજની રોજમેળની બંધ સિલક રૂ. 11 લાખ 93 હજાર મળી કુલ 13 લાખ 43 હજાર ની ઉચાપત કરી હતી.

સમગ્ર મામલે હાલમાં કણભા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ લાલાભાઈ પટેલે મંત્રી ગોસ્વામી રાજેશ ગીરી વિરુદ્ધ રૂપિયા 13 લાખ 43 હજાર ની ઉચાપત મામલે વિજાપુર પોલીસ મથક માં ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...