પોલીસને ગેરમાર્ગે દોરી દારૂની હેરાફેરી:ઇકબાલગઢ થી અમદાવાદ લઇ જવાતા લાખોના વિદેશી દારૂને સ્ટેટ મોનીટરીંગ સેલે મહેસાણા ખાતેથી ઝડપ્યો

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા બી ડિવિઝન પોલીસ મથક પાસે આવેલો છે બ્રિજ
  • હેરાફેરી કરવાના ડ્રાઇવરને એક ફેરે 5000 મળતા હતા

મહેસાણામાં આવેલા રમોસણા બ્રિજ પર વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમી આધારે ઝડપી પડતા ચકચાર મચી ગઇ છે જ્યાં મળતી માહિતી પ્રમાણે એક ટેમ્પો ઇકબાલ ગઢ થી વિદેશી દારૂ ભરીને પાલનપુર મહેસાણા થઈ અમદાવાદ જતી હોવાની બાતમી મળતા જ્યાં ટીમે મહેસાણાના રમોસણા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી જ્યાં વિદેશી દારૂ ભરેલી ગાડી પસાર થતા તેને ગાંધીનગર સ્ટેસ્ટ મોનીટરીંગ સેલે ઝડપી પાડી હતી.

પાલનપુરના ઇકબાલ ગઢથી GJ 16 AU 0421 નંબરનો ટેમ્પો વિદેશી દારૂ ભરીને પાલનપુર,મહેસાણા પર થઈને અમદાવાદ ખાતે દારૂ આપવા જઇ રહ્યો હતો એ દરમિયાન ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને આ મામલે બાતમી મળી હતી જ્યાં મહેસાણાના ફતેપુરા સર્કલ પાસે ગાડી પસાર થતા ટીમે ગાડીનો પીછો કર્યો હતો જ્યાં રમોસણા બ્રિજ પાસેથી ગાડીને ઓવરટેક કરી ગાડી રોકાવી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ દરમિયાન ગાડી પર હિન્દી ભાષામા ડાક પાર્શલ લખેલું જોવા મળ્યું હતું જ્યાં ગાડીના ડ્રાઈવર રબારી શંકરલાલ ને ઝડપી ગાડીમાં રહેલો અલગ અલગ બ્રાન્ડની 7774 બોટલો જેની કિંમત 9 લાખ 83 હજાર 417ની કિંમતનો વિદેશી દારૂ સહિત દારૂમાં ઝડપાયેલા ટેમ્પો મળી કુલ 15 લાખ 89 હજાર 517 નો મુદ્દામાલ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો.

દારૂની હેરાફેરી કરવાના ડ્રાઇવરને 5000 મળતાવિદેશી દારૂની હેરાફેરી કરતા ટેમ્પો ના ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ગિરીશસિંહ નામના વ્યક્તિએ વિદેશી દારૂ ભરેલી ગાડી અમદાવાદ પહોંચાડવા કહેવામાં આવ્યું હતું જ્યાં એક ફેરાના ડ્રાઈવરને રૂપિયા 5 હજાર મળતા હતા અને ભૂગર્ભમાં રહેલા બુટલેગરો ડ્રાઈવરને અલગ અલગ નંબર થી કોલ કરી દારૂ કોને આપવાનો છે તેની વિગતો આપતા હતા.

હાલમાં સમગ્ર મામલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...