સબસલામત:ફૂડ ટેસ્ટિંગ વાનથી105 જગ્યાએ દીધેલા દૂધ અને તેલના સેમ્પલમાં ભેળસેળ ન મળ્યું ?

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંડળીઓમાં દૂધના 752 અને નાસ્તાહાઉસોમાં બળેલા તેલના 97 નમૂના ટેસ્ટિગમાં સબસલામત

મહેસાણા જિલ્લામાં ખોરા અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા, ખેરાલુ, વિસનગર અને વડનગર શહેર,તાલુકામાં બે દિવસ દરમ્યાન ફુડ ટેસ્ટીગ વાનથી અલગ અલગ 105 પેઢીમાં તપાસ કરવામાં આવી હતી.જેમાં દૂધ શીત કેન્દ્રો, ચિંલીગ સેન્ટરો ખાતે આવતા વિવિધ દૂધના 752 નમૂના તેમજ વિવિધ નાસ્તા હાઉસોમાં ખાદ્ય ચીજવસ્તુના વારંવાર બળેલા તેલના 97 નમૂનાનું ટેસ્ટીગ કરવામાં આવ્યુ હતું.આ તમામ નમુના નિયમ ધોરણસરના માલુમ પડ્યા છે.ફુડ તંત્રની તપાસમાં દૂધ અને તેલમાં બે દિવસ દરમિયાન ટેસ્ટિગમાં એકપણ ભેળસેળ કે અનફીટ નમૂનો માલુમ પડ્યો નથી.ત્યારે દૂધ અને તેલમાં બધુ સબસલામત છે કે પછી શુ તેને લઇને ગણગણાટ થવા લાગ્યો છે.

મહેસાણા ડેઝીગ્નેટેડ ઓફીસર બી.એમ. ગણાવાએ જણાવ્યુ કે, ખેરાલુ, વિસનગર, વડનગર અને મહેસાણા ખાતે દેવદિવાળીના તહેવારોને અનુલક્ષીને ફુડ ઇન્સપેક્ટરો મારફતે બે દિવસ દરમ્યાન વિવિધ સ્થળ પર ટેસ્ટીગ વાન સાથે કુલ 105 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી.જેમાં નાસ્તા હાઉસો,સ્ટોલોમાં તેલમાં તળતી વખતે સેમ્પલ ટેસ્ટ કરાયા,દૂધ શીત કેન્દ્રોમાં આવતા દૂધના નમૂના ટેસ્ટીગમાં લેવાયા હતા. આ તપાસ દરમ્યાન તમામ નમુના નિયત ધોરણસરના માલુમ પડ્યા છે. જ્યારે ટોબેકો એક્ટ હેઠળ પેઢીઓ પાસેથી રૂ. 700નો દંડ વસુલવામાં આવ્યો છે.હજુ વિવિધ શહેરોમાં ફુડ ટેસ્ટિગ વાન મારફતે તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...