મહેસાણા ટોલ ટેક્સ પાસે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે વોચ ગોઠવી બાતમી આધારે હરિયાણાથી અમદાવાદ દારૂ ભરીને લઇ જતા ટેન્કરને મહેસાણા પસાર કરે એ પહેલાં ઝડપી પાડ્યું હતું. જેમાં તપાસ દરમિયાન ટેન્કરમાંથી પોલીસે રૂ. 40 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, તેમજ રૂ. 25 લાખના કન્ટેનર સહિત કુલ 65 લાખ 70 હજાર 400નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
કન્ટેનરમાં દારૂ ભરીને જઇ રહેલા ઈસમને પોલીસે ઝડપયા બાદ યાદવ કુલરાજસિંહ કપ્તાન સિંહ નામના 25 વર્ષીય આરોપીને આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ પરેશ દવેએ રિમાંન્ડની દલીલ કરી હતી અને કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, ઝડપાયેલા આરોલીને સાથે રાખી પાલી, હરિયાણા, ભાવનગર, તપાસ કરવી જરૂરી છે. તેમજ બિન પરમીટનો દારૂ ક્યાંથી હેરફેર થઈને ક્યાં મોકલવાનો હતો. તે ગુનામાં મૂળ સુધી પહોંચવા આરોપીના રિમાન્ડ જરૂરી છે. તમામ દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી વી.ડી દવે એડિશનલ સિવિલ અને મેજિસ્ટ્રેટ મહેસાણાએ આ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.