તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનની અફવા:મહેસાણાના સેઢાવી ગામમાં સ્વયંભૂ લોકડાઉન કરાયું હોવાના મેસેજ વાયરસ, સરપંચે લોકડાઉનની વાતને ગણાવી અફવા

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગામમાં 15 નહીં ફક્ત 2 જ કેસ આવ્યા હોવાની સ્પષ્ટતા

મહેસાણા જિલ્લા માં કોરોના કોરોના સંક્રમણ દિન બ દિન વધી રહ્યું છે જેમાં શહેરી વિસ્તારો માં કોરોના ના કેસો વધી રહ્યા છે તેમજ હવે કોરોના એ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં પણ પગ મુક્યો છે.

જેથી મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જૂની સેઢાવી ગામમાં 15 જેટલા કોરોના પોઝીટીવ કેસ આવવાથી ગામ 5 દિવસ માટે સ્વયંભૂ બંધ રખાયાના મેસેજ તેમજ નોટિસ વાયરલ થઈ રહી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જૂની સેઢાવી ગામમાં 15 જેટલા કેસ આવતા ગામ લોકોએ 5 દિવસ માટે ગામમાં સ્વયંભૂ લોકડાઉન પડ્યું છે, તેમજ તમામ ધંધા રોજગાર બંધ રાખવામાં ખોટા મેસેજ વાયરલ કર્યા છે.

જે મામલે જૂની સેઢાવી ગામ ના સરપંચ ને સંપર્ક કરતા સરપંચે આ મામલે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે અમારા ગામ માં કોઈ પ્રકાર નું લોકડાઉન આપવામાં આવ્યું નથી તેમજ ગામ માં 15 નહિ પંરતુ માત્ર 2 કોરોના પોઝીટીવ કેસ આવ્યા હતા જેથી જ્યાં કોરોના કેસ છે ત્યાં સેનેટાઇઝર નો છટકાવ કરવામાં આવ્યો હતો જેથી જે નોટીસ ફરતી કરવામાં આવી છે એ ખોટી છે ગામ માં કોઈ પ્રકાર નું લોકડાઉન આપવામાં આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો