તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ:ગત વર્ષની ગરમીનો રેકોર્ડ તુટ્યો સપ્તાહમાં જ પારો 38 ડિગ્રીને પાર

મહેસાણા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગત વર્ષે માર્ચના છેલ્લા સપ્તાહની ગરમી પ્રથમ સપ્તાહમાં જ અનુભવાઇ

ઉત્તર ગુજરાતમાં ઠંડી એક ડિગ્રી સુધી વધતાં મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 14.5 થી 16 ડિગ્રી નોંધાઇ હતી. દિવસ ચડતાં ડીસાના 38.1 ડિગ્રી તાપમાને ગત વર્ષની ગરમીનો રેકોર્ડ તોડ્યો છે.ગત વર્ષ જ્યાં માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં 38.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે અત્યારે પ્રથમ સપ્તાહમાં જ નોંધાઇ છે. ગુરૂવારે 5 શહેરોમાં ઠંડીનો પારો 14.5 થી 16 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. તેમજ પાંચેય શહેરોમાં ગરમીનો પારો 36.9 થી 38.1 ડિગ્રી નોંધાયું હતું. ગત વર્ષે 31 માર્ચએ સૌથી ઊંચુ તાપમાન 38.1 ડિગ્રી નોંધાયું હતું.

તેની સામે ચાલુ મહિને પ્રથમ સપ્તાહમાં જ પારો 38.1 ડિગ્રીને અડક્યો છે.દિવસ અને રાતના તાપમાનમાં 23.6 ડિગ્રીના તફાવતને લઇ બેવડી ઋતુનો અનુભવ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ સુધી ગરમીની આ સ્થિતિ યથાવત રહી શકે છે. ત્યાર બાદ ગરમી 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. તેમજ 3 દિવસ બાદ ઠંડી 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં આ કારણથી ગરમી વધી
વેધર એકસ્પર્ટના જણાવ્યા અનુસાર, દર વર્ષે ફેબ્રુઆરીના અંત સુધી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વરસાદ સાથે હીમવર્ષા થતી હોય છે. આ વખતે એક જ વેસ્ટર્ન ડિસ્ટબન્સ બન્યું હતું, એ પણ નબળુ હતું. જેના કારણે વાતવરણમાં ગરમી અનુભવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...