ચોરી:મહેસાણામાં ગંજબજારમાંથી વેપારીનું પાર્ક કરેલું બાઈક અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી દુકાનથી ઘરે જમવા બાઈક લેવા ગયા ત્યારે જાણ થઇ

મહેસાણા શહેર તસ્કરો બેફામ બન્યા છે ત્યારે રાત્રે તો ઠીક પણ હવે ધોળાદિવસે પણ ચોરો બેફામ રીતે ચોરી કરી રહ્યા છે. ત્યારે વધુ એક બાઈક ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.

મહેસાણાના ગંજબજારમાં વેપારીએ પાર્ક કરેલું બાઈક અજાણ્યા ઈસમો ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે મહેસાણા શહેરમાં આવેલા ગંજબજારમાં વેપારીએ પોતાનું (GJ-02-CB-9185)નંબરનું બાઈક પાર્ક કરી પોતાની દુકાને ગયા હતા એ દરમિયાન બાઈક ચોરું ચોરાયુ હતું.

મહેસાણાના જૂનાપરા વિસ્તારમાં રહેતા પટેલ કાર્તિક કુમાર પોતાનું બાઈક લઈને ગંજબજારમાં આવેલી એક બિલ્ડીંગમાં નીચે પાર્ક કરી પોતાની દુકાને ગયા હતા. બાદમાં બપોરે ઘરે જમવા જવાનું હોવાથી નીચે બાઈક લેવા ગયા એ દરમિયાન બાઈક ક્યાંય નજરેન પડતા આસપાસ તપાસ કરી હતી. બાદમાં બાઇકની ક્યાંય ભાળન મળતા આખરે વેપારીએ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...