માર્ગદર્શન:ગણપત યુનિ.ની ફાર્મસી ફેકલ્ટી દ્વારા માર્ગદર્શક વેબિનાર યોજાયો

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ડિયન ફાર્માસિસ્ટે કેનેડિયન ફાર્માસિસ્ટ બનવા શું કરવું તેનુ માર્ગદર્શન આપ્યુ

ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાર્મસી દ્વારા વેબિનારનું આયોજન કર્યું હતું.જેનો વિષય હતો,ટ્રાન્સિશન ફોર્મ ઇન્ડિયન ફાર્માસિસ્ટ ટુ કેનેડિયન ફાર્માસિસ્ટ હર્ડલ્સ એન્ડ સોલ્યુશન્સ. આ વેબિનારમાં ગુજરાત ઉપરાંત 8 જેટલાં રાજ્યોના ફાર્મસીના અભ્યાસમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અને અન્ય અભ્યાસુ-સંશોધકો તેમજ પ્રાધ્યાપકો મળીને કુલ 185 જેટલાં જિજ્ઞાસુઓને નિષ્ણાતો દ્વારા ઓનલાઇન માર્ગદર્શન આપ્યું હતુ.

અમદાવાદના ફાર્માકોલોજી કોચિંગ ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર ડો.નિલેષ કંજારિયાએ માર્ગદર્શન આપ્યું હતુ. ગણપત યુનિવર્સિટીના પ્રો.વાઇસ ચાન્સેલર પ્રો.ડો. આર.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પ્રો.ડો.આર.પી.પટેલ તથા ડો.અક્ષર પરિહારે વેબિનારનું સુચારુ સંચાલન કર્યું હતું. ફાર્મસીનો અભ્યાસ પૂરો કરીને કેનેડામાં ફાર્માસિસ્ટ તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનોએ એ માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું એ માટે કઇ યોગ્યતા અનિવાર્ય છે.

કેનેડામાં સેટલ થઇને કામ કરવા ઇચ્છતા ફાર્માસિસ્ટ માટે પાસ કરવી પડતી પીઇબીસી પરીક્ષા કેવી રીતે આપવી,તેને માટે શું તૈયારી કરવી,કેનેડામાં ચાલતી વિવિધ ફાર્મસી કોલેજોની માહિતી અને તમામ પ્રક્રિયામાં ઉભી થતી મુશ્કેલીઓ અને તેનાં ઉપાયો જેવાં પાસાઓ વિશે વબિનારના મહેમાન નિષ્ણાત ડો.નિલેષ કંજારિયાએ આપી હતી.વિદ્યાર્થીઓ,સંશોધકો અને પ્રાધ્યાપકો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...