મુલાકાત:પાલનપુરના 10 ગામોની પાણી સમિતિના સભ્યો મોડેલ વિલેજ શંખલપુરની મુલાકાતે

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વોટર પ્લાન્ટ, પાણી વિતરણ મેનેજમેન્ટ સહિતની વ્યવસ્થાની માહિતી મેળવી

પાલનપુર તાલુકાના 10 ગામોની પાણી સમિતિના સભ્યોની ટીમે પીવાના પાણીમાં આત્મનિર્ભર મોડેલ વિલેજ શંખલપુર ગામની મુલાકાત લીધી હતી અને ગામમાં ઊભી કરાયેલી ઘેર ઘેર પાણી વિતરણ વ્યવસ્થા સહિતનું નિરીક્ષણ કરી ઉપયોગી માહિતી મેળવી હતી. પાલનપુર તાલુકાના 10 ગામોની પાણી સમિતિના સભ્યો, સરપંચ, ઉપસરપંચ સહિતે શંખલપુરની મુલાકાત દરમિયાન જગપ્રસિદ્ધ બહુચર માતાજીના દર્શન કર્યા બાદ 26 લાખના ખર્ચે બનેલા મિનરલ વોટર પ્લાન્ટની મુલાકાત લઇ તેના ખર્ચ, સંચાલન, આવક, મેન્ટેનન્સ સહિતની માહિતી સરપંચ અને ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ પાસેથી મેળવી હતી.

ટીમે 8000ની જનસંખ્યાને પીવાનું પાણી પૂરું પાડતી બોરવેલ યોજના, વિતરણ વ્યવસ્થા, સફાઈ, ડોર ટુ ડોર કચરા કલેકશન, સીસીટીવી કેમેરા, પબ્લિક એનાઉન્સ સિસ્ટમ, સિનિયર સિટીઝન પાર્ક, અદ્યતન આંગણવાડી કેન્દ્રો સહિતની મુલાકાત લઇ લોક સહયોગથી ઊભી થયેલી માળખાગત સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. વાસ્મોના ના. મેનેજર આશિષ પટેલની આગેવાની હેઠળની ટીમે સંપૂર્ણ કમ્પ્યુટરાઇઝડ ગ્રા.પં.ની મુલાકાત લઇ તલાટી રાજુભાઈ ચૌધરી પાસેથી ઓનલાઇન સુવિધાઓ તેમજ આવકના દાખલા, વીજ બિલ ભરવા સહિત સુવિધાની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...